અમદાવાદમાં પ્રેમીએ બ્રેકઅપ બાદ સમાધાન માટે 16 વર્ષની છોકરીને બોલાવી, હત્યા કરી લાશ તળાવમાં ફેંકી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો

અમદાવાદમાં (Ahmedabad) પ્રેમીએ એકતરફી પ્રેમમાં 16 વર્ષીય સગીરાની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દીધી હોવાની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. ચાંદલોડિયામાં રહેતાં પ્રેમીએ બ્રેકઅપ બાદ સમાધાન માટે યુવતીને અડાલજ બોલાવી હતી. જે બાદ ઝઘડો થતાં યુવકે સગીરાનું ગળું દબાવી લાશ તળાવમાં ફેંકી દીધી હતી. અને પોતે પોલીસ (Ahmedabad Police) સમક્ષ હાજર થઈ ગયો હતો.

અમદાવાદના ચાંદલોડિયામાં વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતાં અને મૂળ રાજસ્થાનના વતની પ્રવીણ મારવાડી નામના યુવકને આ જ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને પ્રેમ કરતો હતો. જો કે છેલ્લા બે મહિનાથી તેઓનાં પ્રેમ પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું હતું. જો કે યુવકે સમાધાન કરવા માટે સગીરાને 31 માર્ચના રોજ અડાલજ ખાતે બોલાવી હતી.

અમદાવાદના ચાંદલોડિયામાં રહેતી 16 વર્ષની સગીરા 31 માર્ચના રોજ બહેનપણીને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જો કે મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે બીજી બાજુ આરોપી પ્રવિણ 10 વાગ્યે અડાલજ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. અને કહ્યું હતું કે તેણે એક સગીરાની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દીધી છે.

યુવકની કબૂલાત સાંભળતા જ પોલીસ ચોંકી ઉઠી હતી. અને તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી લાશને શોધવા તજવીજ હાથ ધરી હતી. જો કે રાત થઈ ગઈ હોવાથી સગીરાની લાશ મળી ન હતી. આજે સવારે તળાવમાંથી સગીરાની લાશ મળી આવી હતી. જે બાદ પોલીસે સગીરાના પરિવારને બોલાવી તેની ઓળખ કરાવતાં પરિવારે તેને ઓળખી બતાવી હતી.

પોલીસ તપાસમાં આરોપી યુવકે કબૂલ્યું કે, પ્રેમમાં સમાધાન માટે તેણે યુવતીને બોલાવી હતી અને જે બાદ બોલાચાલી બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જો કે ઉશ્કેરાઈને પ્રવીણે સગીરાનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. અને લાશને નર્મદા કેનાલ પાસેના તળાવમાં ફેંકી દીધી હતી. અને બાદમાં પકડાઈ જવાની બીકે તે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપરડ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો