રાજ્યમાં કાલે એક ગોઝારો અકસ્માતના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદના વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર નાળામાં ખાબકતા 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટના ધ્રાંગધ્રા હાઈવે પર અને કાંકરાવાડી ગામની વચ્ચે બની હતી. આ ઘટનામાં કારમાં સવાર પતિ-પત્નીના મોત થયા છે. જેમાં પતિએ કોઈ કારણોસર કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા 15 ફૂટ નાળામાં કાર ધડાકાભેર ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતના કારણે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. ઘટનાની જાણ થતા વિરમગામ પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર આજે સવારે એક કારમાં પતિ-પત્ની દંપતિ જતા હતા, ત્યારે કોઈ કારણોસર કાર નાળામાં ખાબકતા કારમાં સવાર બન્ને લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર બનાવ વણી અને કાંકરવાડી ગામ નજીક આ અકસ્માત નડ્યો છે. ઘટનાની જાણ થતાં જ ગામના લોકો ઘટના સ્થળે ભેંગા થયા હતા. ત્યારબાદ વિરમગામ પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસનો કાફલો પહોંચ્યો હતો.
પોલીસના પ્રાથમિક રિપોર્ટ પરથી એવું લાગી રહ્યું છે કે, કાર ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર નાળામાં 15 ફૂટ નીચે ખાબકી હતી. આ ઘટનામાં એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે કાર મોરબીથી અમદાવાદ તરફ જતા વિરમગામ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં ભોગ બનનાર બન્નેનું નામ ધરમશીભાઇ પટેલ અને જસીબેન પટેલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બન્નેના મૃતદેહોને પીએમ અર્થે વિરમગામમાં આવેલી ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ વિરમગામ ગ્રામ્ય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..