રાજકોટના મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત: ST બસ ધડાકાભેર અથડાતાં કાર પડીકું વળી ગઈ, 4 વિદ્યાર્થીનાં મોત, અકસ્માતમાં કારચાલકના બે ટુકડા થઈ ગયા

રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 4 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. મૃતક નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી અને ફોરમ ધ્રાંગધરિયા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા. આ ઉપરાંત બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજા પહોંચી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં આગળ બેઠેલા આદર્શ અને નિશાંતના ટુકડે ટુકડા થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જ્યારે અન્ય બે મહાનગરપાલિકામાં ફરજ પર રહેલા મહિલા તબીબને 108 એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમ્યાન ડૉ. સિમરન ગિલાનીનું મોત થયુ હતું. જયારે ડૉ. કૃપાલી ગજજર હાલ સારવાર હેઠળ છે.

JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર મેટોડા GIDC નજીક બપોરના 1 વાગ્યા આસપાસ કારચાલક અચાનક કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર ઠેંકી રોંગ સાઇડમાં કૂદી ગઇ હતી અને રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી ST બસ સાથે ધડાકાભેર અથડાતાં કારનો બૂકડો બોલી ગયો હતો, જેમાં ST બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કુલ 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે કે 2 વિદ્યાર્થીની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા.આ અકસ્માતમાં ડૉ. સિમરન ગિલાનીનું સારવાર દરમિયાન મોત થયુ છે. જયારે ડૉ. કૃપાલી ગજજર હાલ સારવાર હેઠળ છે.અકસ્માત કેટલો ગંભીર છે એ દૃશ્યો પરથી જ જોઇ શકાય તેમ છે, કારણ કે ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં કાર બસની આગળના ભાગમાં અંદર ઘૂસી ગઇ હતી, જેને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી અને JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘાયલોમાં સીમરન રાજકોટની તથા કૃપાલી ભાવનગરની છે
આ ઘટનામાં કારમાં બેઠેલા પાંચ પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે સીમરન ગીલાણી અને કૃપાલી ચેતનભાઇ ગજ્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ ત્યાં ફોરમનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકોમાં સીમરન, નિશાંત અને આદર્શ તથા ફોરમ રાજકોટના જ વતની હતા. જયારે ઘાયલ કૃપાલી ભાવનગરની છે.

ST બસમાં બેઠેલા બે મુસાફરો ઘાયલ
આ ઉપરાંત મૃતક ફોરમ હર્ષદભાઇ ધ્રાંગધરિયા (ઉં.વ.22) કોઠારિયા રોડ નંદા હોલ પાસે ભારતી નગરમાં રહેતી હતી. તે હોમિયોપેથી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે એક ભાઇથી મોટી હતી. તેના પિતા મિસ્ત્રીકામ કરે છે. આશાસ્પદ દીકરીના મોતથી ગુર્જર સુથાર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો, જ્યારે ST બસમાં બેઠેલા કાલાવડ ખત્રીવાડના યુસુફઅલી તૈયબઅલી સાદીકોટ તથા જીવુબેન બેચરભાઇને ઇજા થતાં તેમને પણ રાજકોટ દાખલ કરાયા હતા.

રાજકોટથી રણુજાની ST બસ કાલાવડ તરફ જતી આ સામે પૂરપાટ ઝડપે GJ-03-KC-8475 નંબરની સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી અને કારની ઝડપ વધુ હોવાને કારણે તે બસની નીચેના ભાગમાં ઘૂસી ગઇ હતી, જેને કારણે કારમાં સવાર કારચાલક સહિત 3 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે અકસ્માત પગલે હાઇવે પર એક તરફ રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં અને પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો