ગાંધીનગરમાં AAPએ કર્યો વિરોધ: શિક્ષણને મંત્રીની નહીં, મંત્રીને શિક્ષણની જરૂર છે

આજના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ બાબતે એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદનને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમને નિવેદન આપ્યું હતું કે, જેમને શિક્ષણ સારું લાગતું ન હોય તેમને જે રાજ્ય કે દેશનો શિક્ષણ ગમતું હોય ત્યાં જતા રહેવું જોઈએ. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના આ પ્રકારના નિવેદનથી રાજકારણ પણ ગરમાયું છે. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ટીકાઓ કરવામાં આવી રહી છે. શિક્ષણને લઈને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઇ ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હાથમાં બે ને લઈ રસ્તા પર ઊભા રહીને વિરોધ કર્યો હતો. આ બેનરમાં લખવામાં આવ્યું હતું કે, શિક્ષણને મંત્રીની નહીં પરંતુ મંત્રીને શિક્ષણની જરૂર છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એ આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરીને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગણી કરી છે.

મહત્વની વાત છે કે, રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં એક પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું અને તે સમયે તેમને નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તો ગુજરાત છોડીને જતા રહે. રાજ્ય શિક્ષણમંત્રીના આ પ્રકારના નિવેદનને લઈને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા દ્વારા ટ્વીટ કરીને જીતુ વાઘાણી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમને લખ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રી ગુજરાતના લોકોને ધમકી આપી અને છેલ્લા27 વર્ષમાં ગુજરાતમાં ભાજપ સારું શિક્ષણ આપી શકી નથી.

તો વાઘાણીના આ પ્રકારના નિવેદનને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હાથમાં બેનર લઈને શિક્ષણમંત્રીના રાજીનામાની માગણી કરી હતી. આ બેનરમાં લખવામાં આવ્યુ હતું કે, સીધુંને સટ સારું શિક્ષણ આપો નહીંતર રાજીનામું આપો જીતુ વાઘાણી.

આ ઉપરાંત બેનરમાં લખવામાં આવ્યુ હતું કે, શિક્ષણને મંત્રી નહીં પરંતુ મંત્રીને શિક્ષણની જરૂર છે. આ બાબતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરીખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, શિક્ષણ મંત્રી સારું શિક્ષણ આપી ના શકે તો દિલ્હી મોડલ અપનાવી લેવું જોઈએ. દિલ્હીની સરકારી સ્કુલોની જે રીતે કાયાપલટ કરવામાં આવી છે તેની નોંધ દેશ-વિદેશમાં લેવાઇ રહી છે. શિક્ષણ મંત્રીએ કહ્યું છે તેને લઈને તેમને રાજીનામું આપી દેવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો