રાજ્યમાં આજકાલ મહિલાઓ પર શારીરિક ત્રાસના કેસ વધી રહ્યા છે. હવે રાજ્યમાં છાશવારે બળાત્કારના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આવી જ એક ઘટના અમરેલીમાં સામે આવી છે. લાઠી તાલુકામાં દામનગર નજીક આવેલા એક ગામમાં 22 વર્ષીય યુવતીને પોતાની હવસનો શિકાર બનાવીને પાંચ શખસો અલગ અલગ રીતે સતત એક વર્ષથી વારંવાર હવસ સંતોષતા હતા. યુવતીને ગર્ભ રહી ગયા બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ અંગે લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 22 વર્ષીય યુવતીએ દામનગર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ યુવતીના ગામમાં આસપાસમાં જ રહેતા વિવેક મનસુખભાઈ બગડા, વિજયભાઈ હરિભાઈ બગડા, વિજય નરશીભાઈ મેવાડા, મનીષ ભગવાનભાઈ બગડા અને ચીરાગ રમેશભાઈ મેવાડા નામના કુલ પાંચ શખસોએ 2020ના નવ દિવસ પછીથી 2021ના માર્ચ મહિના સુધીના એક વર્ષ દરમિયાન ગામમાં આવેલા એક પડતર મકાનમાં તથા અમુક આરોપીઓના ઘરમાં અલગ અલગ દિવસોએ અલગ અલગ સમયે કુલ પાંચ લોકો દ્વારા વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
પાંચેય આરોપીઓ છેલ્લા એક વર્ષથી યુવતીને ધાકધમકીઓ આપીને બળજબરીપૂર્વક ગમે ત્યારે લઈ જતા હતા અને પોતાની વાસના સંતોધતા હતા. છેલ્લા એક વર્ષથી આ વાસનાનો ખેલ ચાલતો હતો પણ યુવતીને પાંચમાંથી કોઈપણ આરોપી દ્વારા ગર્ભ રહી જતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
આ અંગે દામનગરના પીએસઆઈ વાય પી. ગોહિલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, હાલમાં બળાત્કારનો ભોગ બનેલી યુવતીને ગર્ભ છે. ખાસ કરીને બપોરના સમયે કોઈ ન હોય કે સૂઈ ગયા હોય ત્યારે આરોપીઓ અલગ અલગ રીતે તેને લઈ જઈને બળાત્કાર ગુજારતા હતા. પોલીસ દ્વારા 04 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે ચીરાગ નામનો આરોપી હજુ ફરાર છે.
ગર્ભમાં રહેલા બાળકના પિતા નક્કી કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાશે
આ અંગે ઘટનાની તપાસ કરી રહેલા દામનગરના પીએસઆઈ વાય. પી. ગોહિલએ જણાવ્યું કે, ભોગ બનેલી યુવતીના પેટમાં ગર્ભ છે અને આરોપીઓ પાંચ હોવાથી ક્યા આરોપી દ્વારા ગુવતીને ગર્ભ રહ્યો છે તે નક્કી કરવા માટે પોલીસ દ્વારા ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..