અમદાવાદમાં નરોડા રોડની બંસીની ચાલીમાં રહેતાં દલિત પરિવારના પુત્ર ભરત રાઠોડે અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેસેચુસેટ્સમાંથી પીએચડીની ડિગ્રી મેળવીને શૈક્ષણિક સિદ્ધિ સર કરી છે. નરોડાની સામાન્ય શ્રમજીવી ચાલીમાં ઉછેર થયો હતો પછી ધો-૧થી ૫નું શિક્ષણ AMCની શાળામાંથી મેળવ્યું હતુ. તેમણે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જઇને પીએચડીની ડિગ્રી મેળવી છે.
ભરત રાઠોડે ‘દલિત એકેડેમિક એક્સપીરિયન્સિઝ – કાસ્ટ, સ્ટિગ્મા એન્ડ સિસ્ટેમિક એક્સક્લુઝન ઇન ઇન્ડીયા ઇન હાયર એજ્યુકેશન’ના વિષય ઉપર થિસીસ લખ્યો હતો. તેઓએ ભારતમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં દલિત વિદ્યાર્થીઓ સાથે થતા ભેદભાવની ઊંડાણપૂર્વકની છણાવટ થિસિસમાં કરી છે.
ભરત રાઠોડના પિતા કાળીદાસભાઈએ જણાવ્યું કે ભરતભાઈએ એમનું એકડિયું બગડિયું ટેકરાવાળી ચાલી પાસે આવેલી AMCની શાળા નંબર સાતમાં કર્યું હતુ પછી તેઓ પાંચમા ધોરણથી અસારવા વિદ્યાલયમાં ભણવા ગયા હતા. પછી તેમણે દાંતીવાડાની એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી.
ભરત રાઠોડે એક પોસ્ટના માધ્યમથી જણાવ્યું હતુ કે, ‘મારો જન્મ અમદાવાદની એક ચાલીમાં થયો. મારા પિતા મિલમાં કામ કરતાં હતા અને માતા સિવણ કામ કરતા હતા. મારા પિતા આંબેડકરવાદી હોવાના કારણે બાળપણથી સામાજિક-રાજકીય બાબતોનું જ્ઞાન હતુ. શિક્ષણમાં હું સામાન્ય વિદ્યાર્થી હતો પરંતુ ઘરમાં શિક્ષણનું મહત્ત્વ હતુ. તેથી હું એમએસસી એગ્રિકલ્ચર સુધી ભણ્યો પરંતુ મારા સારા શિક્ષણની શરૂઆત અમેરિકા આવ્યા પછી થઇ હતી. ૨૦૧૦માં અમેરિકા આવ્યો. ૨૦૧૩માં પીએચડી શરૂ કર્યું હતુ. અમેરિકામાં ૧૦ વર્ષ પૂરા થયા. શરૂઆતથી લઇ;ે અત્યાર સુધી ઘણો સંઘર્ષ કર્યો. હોટેલથી માંડી સ્ટોરમાં કામ કર્યું હતુ.’
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..