આખા દેશ માટે મિશાલ બન્યો જૂનાગઢનો નાગરિક, બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ફટકારી એવી નોટિસે કે આખુ તંત્ર દોડતુ થઇ ગયું

જૂનાગઢના મુખ્ય તમામ રસ્તાઓની હાલત ખુબ જ બદતર થઈ ગઇ છે. વાહનચાલકો અને શહેરીજનો આ બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. આ સમગ્ર મામલે જૂનાગઢના જાગૃત નાગરિકે મહાનગરપાલિકાના કમિશનરને ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ રૂપિયા 85,000ના વળતરની માંગ કરતી નોટિસ આપતાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વૃદ્ધોએ આવા રસ્તા જોયા હશે કારણ કે, વર્ષો પહેલા ખેતરે જવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રસ્તાઓને ગાડા કેડા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ જૂનાગઢ મહાનગર પાલિકાના તમામ મુખ્ય માર્ગોની હાલત કે જ્યાં એક પણ રસ્તો વાહનચાલક વ્યવસ્થિત રીતે વાહન ચલાવી શકે તેવી પરિસ્થિતિમાં રહ્યો નથી. એક તરફ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હોય બીજી તરફ ભ્રષ્ટાચારના ઓથાર હેઠળ બનેલા નવા રોડ-રસ્તાઓ બિસ્માર બની ગયા છે. શહેરીજનો ત્રાહિમામ થઈ ગયા છે અને હવે જૂનાગઢના જાગૃત નાગરિકે પોતાને પડેલી વ્યથા માટે જુનાગઢ મહા નગરપાલિકાના વડાને ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ નોટિસ આપી છે.

આ સાથે જ અમદાવાદમાં પણ નાગરિક અને સુરક્ષા કાર્યકરે પણ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના કમિશનર મુકેશકુમારને નોટિસ ફટકારી છે. અને 3,25,000નું વળતર માંગ્યુ છે. આ નોટિસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, આ નોટિસની કોઇ દાદ આપવામાં આવશે નહી તો કાયદાકીય પગલા પણ લેવામાં આવશે અને આ માટે થતા ખર્ચની સંપૂર્ણ ચૂકવણી એ.એમ.સીના કમિશનરની અંગત રહેશે.

નોટિસમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા લાઇટ પાણી રસ્તા અને સફાઈ આપવા બંધાયેલી છે ભારતીય બંધારણના આર્ટિકલ 21માં ભારતીય નાગરિક તરીકેના જીવન જીવવા માટેના અધિકારો પ્રાપ્ત થયેલા છે. જેમાં ખોરાક, કપડાં, આશ્રય, પ્રદૂષણ રહિત પર્યાવરણનો અધિકાર સહિતના અનેક અધિકારો મળેલા છે. આ અધિકારો મુજબ સુખ સુવિધા આપવા માટે મહાનગરપાલિકાની જવાબદારી બને છે અને તે જવાબદારી નિભાવવામાં મહાનગરપાલિકા નિષ્ફળ ગઈ છે. આ નિષ્ફળતાના કારણે માનસિક શારીરિક આઘાત અનુભવ્યો છે. અને ખૂબ મોટું નુકસાન થયેલ છે જે બદલ જાગૃત નાગરિકે માનસિક આઘાત માટે 10,000 આ સુવિધા અને સેવામાં ખામી બદલ 20,000 અને ખરાબ રસ્તાના કારણે કમરમાં થયેલા દુખાવા બદલ રૂપિયા પચાસ હજાર એમ કુલ મળીને રૂપિયા ૮૦ હજાર અને કાનૂની અભિપ્રાય મેળવવાના 5,000 એટલે રૂપિયા 85,000ના વળતરની માંગ કરતી કમિશનરને નોટિસ આપવામાં આવી છે.

આ સમગ્ર મામલે જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર જણાવે છે કે, જાગૃત નાગરિકને નોટિસ ઈ-મેલ મારફતે અમોને મળેલ છે. તે બાબતે સ્પષ્ટતા કરતાં જણાવે કે જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હોય જેને લીધે મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયા હોય અને એકધારા સતત પડી રહેલા વરસાદના કારણે રસ્તાઓમાં ભારે નુકસાન થયું છે તે વાત બિલકુલ સાચી છે અને રસ્તાઓ રીપેરીંગ કરવા માટે તમામ આયોજન પણ થઇ ગયું છે અને આગામી દિવસોમાં રસ્તાઓ રીપેરીંગ કરી નાખવામાં આવશે.

આમ ખરાબ રસ્તા બાબતે હવે લોકો જાગૃત બની ગયા છે અને પોતાને મળેલા કાયદાના અધિકારનો ઉપયોગ કરી નિંભર તંત્રની આંખ ઉઘાડવાના પ્રયાસની સમગ્ર ગુજરાતભરમાં લોકો દ્વારા નોંધ લેવામાં આવી રહી છે ત્યારે હવે તંત્રની આંખ ઉઘડે છે કે કેમ તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો