લોકડોઉનમાં કોઈ મદદ ન કરતું ત્યારથી એક તબીબનો આખો પરિવાર દર્દીઓની દિવસ-રાત હજી પણ સારવાર કરે છે

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કહેરના કારણે લોકો સામાન્ય સારવાર માટે પણ પરેશાન રહે છે. બીજીતરફ કોરોનાના કેસ વધતા હોવા છતા કેટલીક સ્થાનિક ક્લિનિક બંધ. સરકાર દ્વારા ક્લિનિક ખોવા માટે કહેવા છતા હજુ પણ ક્લિનિક બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પણ અમદાવાદમાં એક એવો પરિવાર છે, જેને કોરોના કાળમાં એક દિવસ પણ પોતાનું ક્લિનિક બંધ નથી રાખ્યું. આ આખો પરિવાર કોરોનાની સારવારમાં દિવસ-રાત હજી પણ કામ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દર્દીને સામાન્ય લૂ લાગે તો પણ કોરોના સમજી ડરતા હતા: ડોક્ટર અતુલ પટેલ

બાપુનગર વિસ્તારમાં અંબર સિનેમા પાસે ડોકટર અતુલ પટેલ અને તેમના પત્ની અમિતા પટેલ કોરોનાના કારણે લોકડોઉન થયું ત્યારે પણ એક દિવસ માટે પણ પોતાનું ક્લિનિક બંધ નથી કર્યું અને રોજ 100થી વધુ દર્દી તપાસ્યા હતા. અતુલ પટેલે જણાવ્યુ કે, લોકડોઉન થયું અને ત્યારબાદ કોરોનાનો ડર ખૂબ ભયાનક હતો. તે સમયે આસપાસના વિસ્તારમાં તમામ ક્લિનિક બંધ થઈ ગયા હતા. તે સમયે અમને ઘણા લોકોના ફોન આવતા અને દવા અને સારવાર માટે કહેતા હતા.ત્યારે મારે એક ડોકટર તરીકેની ફરજ અદા કરવાની હતી. જેથી મેં ક્લિનિક શરૂ કરી દીધું. અને રોજ 100થી વધુ લોકો સારવાર માટે આવતા હતા. અમે તેમને દવા આપતા ઘણી વખત લૂ લાગવા જેવા બનાવના કારણે લોકો કોરોના સમજીને ડરતા હતા. પણ અમે તેમને સરવાર આપી અને તેઓ સજા પણ થઈ ગયા છે.

ક્લિનિક ચાલુ રાખતા ત્યારે ગ્લવ્સ, માસ્ક, સેનિતાઇઝનું ધ્યાન રાખતા હતા: ડોક્ટર

મારો દીકરો ઓપથોલોજિસ્ટ છે, જે પણ એક દિવસ ઘરે રહ્યો નથી અને સેવા કરે છે. જ્યારે મારી પુત્રવધુ પણ હાલ સોલા સિવિલમાં ડોકટર તરીકે કોરોના વોર્ડમાં સેવા આપે છે.અમે ક્લિનિક ચાલુ રાખતા ત્યારે ગ્લવ્સ, માસ્ક, સેનિતાઇઝનું ધ્યાન રાખતા હતા અને અમારા આખા પરિવારને આ સમયમાં લોકોની સેવા કરવામાં આત્મ સંતોષ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો