ક્યારેક કોઈ વ્યક્તિની લાચારી સામે બીજા સમજું વ્યક્તિમાં જાણે માનવતા મરી પરવારી હોય એવી ઘટનાઓ સામે આવે છે. જેમાં કોઈ સીધી રીતે જાણીતું ન હોવા છતાં દિલ દુઃખી થઈ જાય છે. આવી જ એક સંવેદનહીનતા ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે. જેમાં સુલતાનપુર હોસ્પિટલમાં સારવાર માટે આવેલા પિતાને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ ન મળતા દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના સરપતહા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઉસરૌલી ગામના રામનયન પોતાની પત્ની સુમિત્રા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. સાપના ડંખનો શિકાર થયેલા પુત્ર દિવ્યાંશને જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેતુ એડમિટ કરાયો હતો. પણ હોસ્પિટલમાં જ દીકરા દિવ્યાંશનું મોત થઈ ગયું હતું. પિતા પોતાના પુત્રના મૃતદેહને ઘરે લઈ જવા માટે સરકારી એમ્બ્યુલન્સની માગ કરી રહ્યો હતો. પણ એમના ગામ સુધી જવા માટે કોઈ તૈયાર થયું જ નહીં. જિલ્લા હોસ્પિટલના પરિસરમાં રહેલી એક એમ્બ્યુલન્સના ડ્રાઈવર પાસે રામનયને મૃતદેહને ઘરે લઈ જવા માટે અપીલ કરી. પણ આ ડ્રાઈવરે રૂ.1800 માગ્યા હતા. ગરીબ અને લાચાર પિતા પાસે પૈસા ન હતા. મૃતદેહ લઈને તે એસ.ટી. બસ સુધી પહોંચ્યો હતો. પતિ-પત્ની પુત્રનો મૃતદેહ લઈને દોડી રહ્યા હતા.
એવામાં એસ.ટી. સ્ટેશનના ઈન્ચાર્જ નિયાઝી ત્યાં પહોંચ્યા હતા. ઈન્ચાર્જે રામનયન સાથે વાત કરી. જ્યારે રામનયને આપવીતિ જણાવી તો ઈન્ચાર્જ પણ ચોંકી ગયા હતા. પછી તેમણે બસમાં આ દંપતિ તથા પુત્રના મૃતદેહને સાથે બેસાડીને એમના ગામ તરફ બસને રવાના કરાવી હતી. આ ઘટનાની જાણ થતા જ કેટલાક સમાજસેવી સંગઠનોએ એમ્બ્યુલન્સ મોકલી પણ ત્યાં સુધીમાં પીડિત બાળક મૃત્યુ પામ્યો હતો.
આ અંગે ડૉ. પ્રભાકર રાયે જણાવ્યું હતું કે, કોઈ એમ્બ્યુલન્સ ચાલકે દર્દી પાસેથી પૈસા માગ્યા છે તે એની સામે તપાસ થશે અને કડક કાર્યવાહી પણ કરવામામં આવશે. રામનયને તબીબો અને નર્સ પાસે પણ મૃતદેહને લઈ જવા માટે વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું પણ કોઈએ એમનું સાંભળ્યું જ નહીં. દિવ્યાંશ ત્રણ વર્ષનો હતો ત્યાં જ મૃત્યુ પામતા અને ગામ પહોંચવા સુધીની કોઈ સગવળ ન મળતા દંપતિ ખૂબ દુઃખી થયું હતું. જોકે, આ કેસમાં પોલીસે પણ એમને ગામ સુધી પહોંચાડવા માટે મદદ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..