અમદાવાદ શહેરના ઇન્દિરા બ્રિજ નજીક કાર માંથી ૬ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઇન્દિરા બ્રિજ નજીક સરણીયા વાસ માં રહેતા બોળી બેન સવારે બંગલે કામ કરવા માટે ગયા હતા. ત્યારે તેમનો એક નો એક દીકરો અજય પણ તેમની સાથે આવ્યો હતો. જો કે કામ પૂર્ણ કરી ને પરત ફરતી વખતે માં દીકરો પાણીની ટાંકી નજીક રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. અને અચાનક જ અજય તેની માતાથી વિખૂટો થઈ ગયો હતો.
અજય પાછળ પાછળ ના આવતો હોવાની જાણ થતાં જ તેમને આસપાસના વિસ્તાર અને બંગલા પર તાપસ કરી હતી. તેમ છતાં પણ અજયની કોઈ ભાળ મળી આવી ન હતી. અંતે એક સ્થાનિકે કારમાં બાળકનો મૃતદેહ જોયો હતો અને અજયની માતાને આ બાબતની જાણ કરી હતી.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. અને આસપાસના સી સી ટી વી ફૂટેજ તપસ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, અજય તેની માતાની પાછળ પાછળ ચાલતો જાય છે અને અચાનક જ કારનો દરવાજો ખોલી કાર માં બેસી જાય છે. જેમાં ગૂંગળાઈ જવાથી તેનું મોત થયું હોવાની પોલીસને આશંકા છે.
પોલીસનું કહેવું છે કે, કાર છેલ્લા એક અઠવાડિયાથી અહીંયા પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જોકે કારનો દરવાજો કેવી રીતે ખુલ્યો એ પણ એક તપાસનો વિષય છે. હાલમાં પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટ મોટમ માટે મોકલી આપીને એફ.એસ.એલની મદદ લઇને વધુ તપાસ શરૂ કરી છે. બાળકના મૃતદેહનું પેનલ પી.એમ. કરાવવામાં આવશે જેથી કરીને મૃત્યુનું સાચું કારણ જાણી શકાય. જ્યારે પોલીસ તપાસમાં જો કારના માલિકની કોઈ બેદરકારી જણાશે, તો તેની સામે પણ પોલીસ કાર્યવાહી કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..