નવી એજ્યુકેશન પોલિસીમાં આગામી સમયમાં એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે. 34 વર્ષ પછી બનેલી નવી નીતિ અંતર્ગત હવે વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં વિષયોની પસંદગી કરી શકશે. અત્યાર સુધી સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝ વગેરે જેવી જ સ્ટ્રીન્સ વિદ્યાર્થીઓ પસંદ કરી શકતા હતા. પરંતુ હવે સ્ટ્રીમ સિસ્ટમ કાઢી નાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ તેમની ઇચ્છા મુજબ વિષય લઈ શકશે. આર્ટસ સાથે સાયન્સ, કોમર્સ સાથે આર્ટ્સ વગેરે જેવા કોઈપણ મનપસંદ વિષયને લઇને અભ્યાસ કરી શકશે. અત્યારે અમેરિકા સહિત ઘણા દેશોમાં આ સિસ્ટમ હેઠળ અભ્યાસ થાય છે. એક્સપર્ટ્સના મતે, આ નિયમોના અમલ પછી પ્રથમ વર્ષથી આશરે 50% વિદ્યાર્થીઓ ક્રોસ સબ્જેક્ટ્સ સાથે અભ્યાસ કરવાનું પસંદ કરશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત હવે 6થી 8 ધોરણના વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ અંતર્ગત વિદ્યાર્થીઓને કોડિંગ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવી લેટેસ્ટ ટેક્નોલોજી સાથે જ રોજિંદા જીવનમાં આવનારા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સનું સમાધાન કરવા માટે તાલીમ આપવામાં આવશે. પ્લે સ્કૂલમાં પણ બાળકોને પુસ્તકોને બદલે સ્પોર્ટ્સ શીખવવામાં આવશે. નવી શિક્ષણ નીતિમાં કેન્દ્રમાં શિક્ષકોને પણ કેન્દ્રમાં રાખીને ફેરફાર કરવામાં આવ્યા છે. શિક્ષકોએ હવે દર શૈક્ષણિક વર્ષે 50 કલાકની તાલીમ લેવી પડશે. આ પોલિસીનો ધ્યેય શિક્ષકોને શિક્ષણ આપવાની રસપ્રદ રીતોથી સતત અપડેટ રાખવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સ્કૂલ એજ્યુકેશનની નવી પેટર્ન સમજો
ત્રણ વર્ષની ઉંમરે બાળકોને પ્લે સ્કૂલમાં દાખલ કરવામાં આવશે. કુલ 15 વર્ષના અભ્યાસ બાદ 18 વર્ષની વયે સ્કૂલ એજ્યુકેશન પૂરું થઈ જશે. 5+3+3+4 પેટર્ન હેઠળ બાળકોને ત્રણ વર્ષ માટે પ્લે સ્કૂલમાં અભ્યાસ કરવો પડશે. ત્યારબાદ તેઓ પહેલાથી બીજા ધોરણમાં અભ્યાસ કરશે. તેનું નામ ફાઉન્ડેશન ક્લાસિસ રાખવામાં આવ્યું છે. પ્રિપેરેટ્રી સ્ટેજ અંતર્ગત 3થી 5 ધોરણ સુધી અભ્યાસ થશે. મિડલ સ્ટેજ હેઠળ 6થી 8 ધોરણ દરમિયાન અભ્યાસ કરાશે. સેકન્ડરી સ્ટેજ હેઠળ 9થી 12મા ધોરણનો અભ્યાસ કરાવવામાં આવશે. સેકન્ડરી સ્ટેજમાં વિદ્યાર્થીઓ પસંદગીના વિષયો પસંદ કરી શકશે.
હવે માસ્ટર ડિગ્રી પછી PHD કરી શકાશે
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ MPhillનો અભ્યાસક્રમ બંધ કરી દેવામાં આવશે. તેના બદલે વિદ્યાર્થીઓ ચાર વર્ષનો બેચલર ડિગ્રી પ્રોગ્રામ અથવા માસ્ટર ડિગ્રી પછી PHD કરી શકશે. આવી સ્થિતિમાં PHD સ્કોલર્સની સંખ્યામાં વધશે. નિષ્ણાતોના મતે, નવા નિયમથી વિદ્યાર્થીઓના બે-ત્રણ વર્ષ બચી જશે. વિદ્યાર્થીઓને Mphillથી ખાસ ફાયદો પણ નહોતો થતો. નવા નિયમ અંતર્ગત વિદ્યાર્થીઓ 30 વર્ષની વય સુધી PHD પૂર્ણ કરી શકશે. રાજ્યમાં અત્યારે વાર્ષિક 300 જેટલા PHD સ્કોલર્સ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સંસ્થાઓમાંથી બહાર આવી રહ્યા છે. તેમાંથી સિલેક્ટેડ રિસર્ચ જ ગ્લોબલ લેવલે થાય છે.
મનપસંદ વિષય પસંદ કરવાથી સક્સેસ રેટ વધશે
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સ્ટ્રીમ પૂરી કરીને કોઈપણ મનપસંદ વિષય વાંચવાની મંજૂરી આપવાના નિયમથી બાળકોનો સક્સેસ રેટ અને પ્રોડક્ટિવિટી વધશે. હાલમાં બાયોલોજીનો અભ્યાસ કરતા મોટાભાગના બાળકો સાયન્સ અને કેમેસ્ટ્રીમાં તો સારા હોય જ છે. પરંતુ ફિઝિક્સમાં નબળા હોય છે. અત્યાર સુધી ફિઝિક્સનો અભ્યાસ કરવો ફરજિયાત હતો. તેથી, બાયોલોજી લેનારાઓને પણ ફિઝિક્સ લેવાની ફરજ પડતી હતી. ફિઝિક્સને કારણે તેમનો સક્સેસ રેટ બહુ પ્રભાવિત થયો હતો. હવે બાળક બાયોલોજી અને કેમેસ્ટ્રી સાથે મ્યૂઝિક અથવા તેના કોઈપણ મનપસંદ વિષયને પસંદ કરી શકશે. આની અસર તેમના પર્ફોર્મન્સ પર પડશે. આ વાત દરેક સ્ટ્રીમના બાળકોને લાગુ પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..