સુરતમાં 8 વર્ષની માસૂમ બાળકી સાથે હેવાને કર્યું ગંદું કામ, ગલ્લે આવેલી બાળકીને 10 રૂપિયાની લાલચે રૂમમાં લઈ જઈને આચર્યું દુષ્કર્મ

રાજ્યમાં અવાર નવાર દુષ્કર્મના કેસો બનતા જાય છે ત્યારે સુરતમાં ફરી એકવાર 23 વર્ષીય હેવાને 8 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના સગરામપુરા વિસ્તારમાં આઠ વર્ષીય બાળકી સાથે પડોશી નરાધમ યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી. તેને લોકોએ રંગેહાથે ઝડપી લેતા અઠવા પોલીસના હવાલે કરાયો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સગરામપુરામાં રહેતા અફરોજખાન મહેરાબખાન (ઉ.વ.20) વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધાયો છે. મૂળ બિહારના વતની અફરોજખાને રવિવારે સાંજે પાડોશમાં રહેતી માસૂમ સાંથે દુષ્કર્મ કર્યું હતું. રવિવારે સાંજે પીડિત બાળકી ઘર નજીક આવેલા પાનના ગલ્લે તમાકું લેવા ગઈ હતી. ત્યારે અફરોજખાન તેણીને રૂપિયા 10 આપવાની લાલચ આપી પોતાની સાથે તેના ઘરમાં લઈ ગયો હતો.

ત્યારબાદ માસૂમ સાથે તેણે દુષ્કર્મ આચરતા પાડોશી મહિલાએ તેણીનો રડવાનો અવાજ સાંભળ્યો હતો. જેને પગલે લોકોને બોલાવી અફરોજખાનના ઘરનો દરવાજો ખોલવતા રંગેહાથ પકડાઈ ગયો હતો ત્યારબાદ લોકોએ તેને પકડી અઠવા પોલીસને સોંપ્યો હતો.

જરીનું કામ કરતા અફરોજખાન અને માસૂમ બાળકીની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સહિતની તપાસ કરાઈ હતી. અઠવા પોલીસે અફરોજખાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો