ગુજરાતમાં આતંકી હુમલા કરતાં વધારે લોકોનાં મોત ખાડાઓને કારણે થયા, 5 વર્ષમાં 650નાં મોત

ગુજરાતમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ એમ પાંચ વર્ષમાં ખાડાઓના કારણે ૧,૯૪૯ અકસ્માતો સર્જાયા છે, જેમાં ૬૫૦ લોકો મોતને ભેટયા છે. જ્યારે દેશમાં પાંચ વર્ષમાં કુલ ૧૪,૩૯૧ લોકોનાં મોત થયાં છે. મોટે ભાગે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જતાં હોય છે, તેના કારણે અકસ્માતની સંખ્યા વધે છે. ખાડાના કારણે અકસ્માત મોતની સંખ્યા મામલે ગુજરાત દેશમાં સાતમા ક્રમે આવે છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે આ વિગતો બહાર પાડી છે, નવાઈની વાત એ છે કે, વર્ષ ૨૦૧૮માં ખાડાઓના કારણે અકસ્માતમાં એક જ વ્યક્તિનું મોત થયાનો દાવો કરાયો છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં સૌથી વધુ ૨૦૧૭માં ૨૨૮ લોકોનાં મોત થયા હતા.

ગુજરાતમાં ખાડાઓના કારણે અકસ્માત-મોત

વર્ષ                અકસ્માત       મોત

૨૦૧૪           ૫૦૬              ૧૩૪

૨૦૧૫           ૫૮૪              ૧૬૭

૨૦૧૬           ૩૦૬              ૧૨૦

૨૦૧૭           ૫૫૨              ૨૨૮

૨૦૧૮           ૧                     ૧

કુલ                ૧૯૪૯           ૬૫૦

દેશમાં ખાડાના કારણે ૫ વર્ષમાં અકસ્માતમાં મોત

(વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮)

ઉ.પ્રદેશ૪           ૬૯૮

મહારાષ્ટ્ર૨           ૧૫૭

મધ્યપ્રદેશ            ૧,૦૬૧

હરિયાણા            ૭૫૩

બિહાર              ૭૧૧

તામિલનાડુ          ૬૫૧

ગુજરાત             ૬૫૦

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો