દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને હવે આ આંકડો 140 સુધી પહોંચી ગયો છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં વધુ એક શખ્સે કોરોના વાયરસના લીધે છેલ્લા શ્વાસ લીધા. આ ભારતમાં કોરોના વાયરસના લીધે ત્રીજું મોત અને મુંબઇમાં પહેલું મોત છે. આની પહેલાં દિલ્હી અને કર્ણાટકમાં પણ બે કોરોનાના દર્દીઓના મોત થઇ ચૂકયા છે.
કહેવાય છે કે 64 વર્ષના વૃદ્ધ દુબઇથી આવ્યા હતા અને મુંબઇની કસ્તૂરબા હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમને હિન્દુજાથી કસ્તૂરબા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. મૃતકના પત્ની અને દીકરાનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ છે. બીજીબાજુ નોઇડામાં બે નવા કોરોના પોઝિટિવ કેસ મળવાથી ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 140 થઇ ગયો છે.
Maharashtra: A 64-year-old COVID-19 patient passes away at Mumbai's Kasturba hospital pic.twitter.com/E1X8Dj78n0
— ANI (@ANI) March 17, 2020
ગૌતમબુદ્ધ નગરના ચીફ મેડિકલ ઓફિસર અનુરાગ ભાર્ગવે આજે કહ્યું કે નોઇડાના સેકટર 78 અને 100મા બે કેસની પુષ્ટિ થઇ છે. ભાર્ગવે કહ્યું કે બે લોકોમાં કોરોનાની પુષ્ટિ થઇ છે. તેમણે કહ્યું કે નોઇડાના સેકટર 78 અને સેકટર 100મા બે લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ બંને લોકો ફ્રાન્સથી પાછા આવ્યા હતા. બંને લોકોને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.
કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા ભારતીયો સહિત યુરોપિયન દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ સિવાય યુકે અને તુર્કીથી આવનારા લોકો પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે જેમાં ભારતીયો પણ સામેલ છે.
કોરોના વાયરસથી સંક્રમણને રોકવા માટે સંસ્કૃતિ મંત્રાલયે આગ્રા કિલ્લા, ફતેહપુર સીકરી સહિત દેશભરના સ્મારક, પુરાતત્વ સ્થળો, સંગ્રહાલયોને 31મી માર્ચ સુધી બંધ કરવાનો આદેશ રજૂ કરાયો છે. આ સિવાય શિરડીના સાંઇ બાબા મંદિરને પણ ભકતો માટે આજથી બંધ કરાયું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..