ઓનલાઇન એજ્યુકેશનને કારણે બાળકો “મોબાઇલ એડીકટ” બની રહ્યા છે, જો તમારા બાળકો પણ આ આદતનો શિકાર બની ગયા હોય તો જાણો તમારે શું કરવું જોઈએ. માતાપિતા ખાસ વાંચે

કોરોના વાયરસ ની અસરને પગલે છેલ્લા 6 મહિના થી બાળકો ને ઓનલાઇન એજ્યુકેશન મળી રહ્યું છે. એક તરફ ઓનલાઈન એજ્યુકેશન ને કારણે બાળકો ને પ્રવૃત્તિઓ પણ મળી છે પરંતુ આ જ ઓનલાઇન એજ્યુકેશન બાળકો ના માનસપટ પર માઠી અસર જોવા મળી છે. ઓનલાઇન એજ્યુકેશન ને કારણે બાળકમાં “સ્ક્રીન એડીકટ” બની ગયું છે. બાળકો ને મોબાઇલ ની સ્ક્રીન ના આપો તો તેનામાં ચીડિયા પણું જોવા મળે છે આ ખુલાસો કર્યો છે જાણીતા કન્સલ્ટન્ટ સાઈકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી એ, સેટેલાઈટમાં ક્લિનિક ચલાવતા કન્સલ્ટન્ટ સાઈકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી ના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં બાળકોને ઓનલાઈન એજ્યુકેશન ને કારણે ઓફિશિયલ મોબાઈલ મળી ગયા છે જેની પોઝિટિવ ઇફેક્ટ કરતાં નેગેટિવ ઇફેક્ટ વધારે જોવા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બાળકો મોબાઈલ પર સતત વ્યસ્ત જોવા મળી રહ્યા છે.એટલું જ નહિ બાળકો.બંધ રૂમમાં મોબાઈલ પર સતત બીઝી જોવા મળે છે અને જો માતા પિતા વાત કરવા બોલાવે જમવા બોલાવે તો તેમનામાં ચીડિયાપણું જોવા મળે છે. મોટા ભાગે 12 થી 15 વર્ષ ની ઉમર ના બાળકો અનિદ્રા નો ભોગ બની રહ્યા છે.

બાળકો રાતે મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને દિવસે મોડે સુધી સૂતા રહે છે જેથી બાળકોની લાઇફ સ્ટાઈલ, ખાણી પીણી, પાચન ક્ષમતા પર વધારે અસર જોવા મળી છે. અમદાવાદ ના વસ્ત્રાપૂર, સેટેલાઇટ, મણિનગર પ્રહલાદનગર સી જી રોડ વિસ્તારના બાળકો માં ઓનલાઇન એજ્યુકેશન ની નેગેટિવ ઇફેક્ટ જોવા મળી છે.

માતા પિતા એ શું કરવું જોઈએ ?

ઓનલાઇન એજ્યુકેશન માટે બાળકોને મોબાઈલ આપવો અનિવાર્ય છે આવા સંજોગોમાં બાળકો મોબાઈલમાં શું કરે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. એજ્યુકેશન માટે જ્યારે મોબાઈલ માંગે ત્યારે તેની પાસે બેસીને સમય આપવો જોઈએ જેથી બાળકો પર નજર પણ રહેશે. બાળકો નું વર્તન વિપરીત સંજોગો હોય તો સૌથી વધુ બદલાય છે તેથી તેમની એકલતા ચીડિયાપણું કોઈની સાથે તોછડાઈ થી વાત કરવી આ તમામ વાતોને નોટીસ કરવી જોઈએ જેથી બાળકોને સાચા માર્ગે ઝડપથી વાળી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો