મધ્યપ્રદેશમાં ડરામણી ઘટના આવી સામે, એક જ પરિવારનાં 6 લોકોની તલવારથી કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી, બાળકોને પણ ના છોડ્યા

મધ્ય પ્રદેશથી વધુ એક ડરામણી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારનાં 6 લોકોની તલવારથી કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યારાઓ સામે પરિવારનો જે પણ સભ્ય આવ્યો તેને તલવારથી કાપી દેવામાં આવ્યો. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ગામનાં લોકોએ એક આરોપીને લાકડી-ડંડાથી માર્યો, ત્યારબાદ તેનું મોત થઈ ગયું. મંડલા જિલ્લાનાં બીજાડાંડીનાં મનેરી ચોકીમાં 6 લોકોની હત્યાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. સોની પરિવારનાં જ બે પરિવારો વચ્ચે સંપત્તિનાં વિવાદને લઇે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મૃતક રાજેન્દ્ર સોની ભાજપનાં વરિષ્ઠ નેતા

એક પરિવારનાં બે લોકોએ બીજા પરિવાર પર ધારદાર હથિયારથી ઘટનાને અંજામ આપીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા. મૃતક રાજેન્દ્ર સોની ભાજપનાં વરિષ્ઠ નેતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં તેમના પરિવારનાં જ 6 લોકોની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનામાં જે લોકોની હત્યા કરવામાં આવી તેમાં 2 બાળકો પણ સામેલ છે. 2 આરોપીઓમાંથી એકનું ગ્રામીણો દ્વારા મારવામાં આવતા મોત થયું છે.

સંપત્તિને લઇને હતો 2 પરિવાર વચ્ચે વિવાદ

ઘટના વિશે જણાવવામાં આવે છે કે સોની પરિવારનાં 2 ભાઈઓનાં પરિવાર વચ્ચે પૈતૃક સંપત્તિને લઇને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનાં કારણે એક ભાઈનાં પરિવારનાં 2 લોકોએ બીજા પરિવારનાં સભ્યોની ધારદાર હથિયારથી હત્યા કરી દીધી. મૃત રાજેન્દ્ર સોની જે ભાજપનાં વરિષ્ઠ નેતા ગણાવવામાં આવી રહ્યા છે તેઓ ગલ્લો ચલાવતા હતા. દુકાનમાં જ આરોપીઓએ તેમના પર હુમલો કર્યો જેનાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.

એક આરોપીનું મોત, એક પોલીસનાં કબજામાં

સાથે જ તેમના પરિવારનાં 5 સભ્યોની હત્યા કરી દેવામાં આવી. આમાં એક 7 અને એક 10 વર્ષનું બાળક પણ છે. મૃતકોમાં રાજેન્દ્ર સોની (58), તેમનો ભાઈ વિનોદ સોની (45), તેમનો ભત્રીજો ઓમ સોની (9), ભત્રીજી પ્રિયાંશી સોની (7), દીકરી પ્રિયા સોની (28) અને તેમના વેવાઈ દિનેશ સોની (50) સામેલ છે. આ હુમલાના આરોપી સંતોષ સોની (35)નું મોત થયું છે, જ્યારે અન્ય એક આરોપી હરિ સોની પોલીસનાં કબજામાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો