ગુજરાતમાં કોરોનાના વધુ 6 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 53એ પહોંચ્યો, 5 એપ્રિલ સુધી વધશે કેસ: આરોગ્ય સચિવ

ગુજરાત રાજ્યમાં વધુ 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 53 પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છેકે. વડોદારમાં વધુ એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં 5 એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે.

ઇન્ક્યુબેશન પીરિયડ ચાલુ હોવાથી કેસ વધશેઃ જયંતિ રવિ

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છેકે, રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે.

આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છેકે. વડોદારમાં વધુ એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં 5 એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં છે.

ગુજરાતમાં કોરોનાના 6 નવા પોઝિટિવ કેસ

  • નવા 6 કેસમાંથી અમદાવાદના 3 પોઝિટિવ કેસ
  • અમદાવાદની SVP હોસ્પિટલમાં 3 નવા પોઝિટિવ કેસ
  • અમદાવાદમાં કોરોના સંક્રમિત કુલ કેસ 18 થયા
  • ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનું કુલ સંખ્યા 53 થઇ
  • વડોદરા,ગાંધીનગર અને મહેસાણાનો 1-1 કેસ
    અમદાવાદના 3 કેસ પોઝિટિવ

વિશ્વના દેશોમાં કોરોના વાયરસની આજની સ્થિતિ

દેશ કેસ  મોત
અમેરિકા 104205 1701
ઈટાલી 86498 9134
ચીન 81394 3295
સ્પેન 65719 5138
જર્મની 50871 351
ફ્રાન્સ 32964 1995
ઈરાન 32332 2378
બ્રિટન 14543 759
સ્વિત્ઝરલેન્ડ 12928 231
દ. કોરિયા 9478 144
નેધરલેન્ડ 8603 546
ઓસ્ટ્રિયા 7697 58
બેલ્જિયમ 7284 289
ભારત 887 20

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો