વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટમાં ગુજરાતના 50 સ્માર્ટ સરપંચ હાજર

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિડરશીપ એન્ડ ગવર્નન્સ દ્વારા આયોજિત વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટમાં બુધવારે ગુજરાતના 50થી વધુ સ્માર્ટ સરપંચોની સમિટ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઇ હતી. આ એવા સરપંચો છે કે જેમણે પોતાના ગામમાં એવા કાર્યો કર્યા છે કે જે એક સ્માર્ટ માનવી જ કરી શકે. ત્યારે તેમને સ્માર્ટ સરપંચ તરીકે ઇન્સ્ટિટ્યૂટની સ્ટાર્ટઅપ સમિટમાં નવાજવામાં આવ્યા હતા. લિડરશીપ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ, રાજ્યભરના ઇનોવેટર્સ, આ ઇનોવેશન પાછળ નાણાં રોકનારા ઇન્વેસ્ટર સહિત ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્રના એક્સપર્ટ્સ આ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા જે તમામ વચ્ચે સ્માર્ટ સરપંચોએ તેમના ગામમાં અમલમાં લાવવામાં આવેલા આઇડિયા અને અનુભવો શેર કર્યા હતા.

ગુજરાતના 100 સરપંચો 22થી 32 વર્ષના, દેશના 1 હજાર

ગુજરાતના સરપંચોમાં 100 સરપંચ એવા છે કે જેમની ઉંમર 22થી 32 વર્ષ વચ્ચે છે. ત્યારે ગુજરાતના ગામડાંઓને વિકાસશીલ કે સ્માર્ટ બનાવવાની જવાબદારી યુવાનોને માથે છે. હિમાંશુ પટેલના જણાવ્યા અનુસાર દેશના 1 હજાર સરપંચોના સંપર્કમાં તેઓ છે. તેમાં પણ સૌથી વધુ સરપંચોની ઉંમર 22થી 32 વર્ષની જ છે. ત્યારે યુવાનોએ પણ રાજકારણમાં પ્રવેશ લઇ સક્રિય રીતે ભાગ ભજવવો પડે તેવો સમય આવી ગયો છે.

વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટમાં ઇનોવેટર્સને સંબોધન, દેશના હજારથી વધુ સરપંચો 22થી 32 વર્ષના

સ્ટાર્ટઅપ સમિટમાં ગુજરાતના 50 સ્માર્ટ સરપંચોની સમિટ

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સરપંચોની સમિટ યોજાઇ , વડોદરામાં સ્ટાર્ટઅપ સમિટમાં 50થી વધુ સ્માર્ટ સરપંચ હાજર રહ્યા હતા

આદિવાસીઓ શહેર જેવું જીવન જીવે છે
આ ગામમાં રમત-ગમતને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. બાળકોને કુદરત સાથે ભેળવવા જરૂરી છે. અમારા ગામમાં આદીવાસીઓ વધુ છે, પરંતુ તે શહેરમાં રહેતા હોય તેવું જીવન જીવી રહ્યા છે.

દેશના દરેક રાજ્યમાં સ્માર્ટ રસપંચોના વોટ્સએપ ગ્રૂપ

સરપંચોએ ગામમાં અમલમાં લાવેલા આઇડિયા શેર કર્યા

સરપંચોનું રાજ્યવ્યાપી ગ્રૂપ

દેશભરના 1 હજાર સરપંચ એક-બીજાના સંપર્કમાં છે. રાજ્ય પ્રમાણેના વોટ્સએપના ગ્રુપ બનેલા છે. જે અંતર્ગત તમામ સરપંચ દર ત્રણ મહિને ઝોન વાઇઝ બેઠક કરે છે. તેમાં એકબીજાની સમસ્યાઓ, અનુભવો ઉપરાંત અપડેટ થવા અંગેના માર્ગોનું ચિંતન કરી તે રસ્તે જાય છે. તમામ ગ્રુપના એડમિન હિમાંશુ પટેલ છે.

કંપનીઓને ગામ દત્તક આપવા જોઇએ

આ ગામમાં સીસીટીવી અને વાઇફાઇની સુવિધા અપાય છે. આખા ગામના તમામ રસ્તા પાકા છે. દરેક કંપનીઓ CSRની એક્ટિવીટી કરે છે, જેનો લાભ લઇ તેમની પાસે એક ગામ દત્તક લેવડાવવું જોઇએ તેમ નિખીલ પટેલે જણાવ્યુ હતું.

જન્મદિનની માઈકમાં શુભેચ્છા

વાસોના સરપંચ મહીપત લવાલે કહ્યું કે ઘરમાં જ માઇક સિસ્ટમ રાખી છે જે આખા ગામમાં સંભળાય તેવી રીતે સંચાલિત છે. જેના દ્વારા તમામ એનાઉન્સમેન્ટ અને જે પણ રહીશનો જન્મદિવસ હોય તેને જાહેરમાં જ શુભેચ્છા આપે છે. ગામમાં દિકરીનો જન્મ થાય તો 1001 રૂપિયા ભેટ આપવામાં આવે છે, જ્યારે દિકરીનું લગ્ન હોય તો 40 હજાર રૂપિયા સુધીનો ખર્ચ સરપંચ અને તેમના 10 મિત્રો મળીને ઉઠાવી લે છે. વૃક્ષ મિત્ર યોજના શરૂ કરી તેમાં ટ્રી ગાર્ડ પર જવાબદારી લે તે રહિશનું નામ, નંબર, સરનામું લખે છે, એવા 1400 વૃક્ષો મોટા થઇ ગયા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો