આખરે નિર્ભયાને ન્યાય: તિહારમાં ચારેય દોષિતોને ફાંસીએ લટકાવ્યા,

નિર્ભયા ગેંગરેપ કેસના તમામ ચારેય દોષિતોને આજે તિહાડ જેલમાં સવારે સાડા 5 વાગ્યે ફાંસી આપી દેવાઇ. આની પહેલાં સુપ્રીમ કોર્ટે વહેલી સવાર સુધી એક દોષિત પવન ગુપ્તાની અરજી પર સુનવણી કરી અને તેની છેલ્લી અરજી પણ નકારી દીધી. દિલ્હીની એક કોર્ટે તમામ ચારેય દોષિતોને 20મી માર્ચ માટે ડેથ વોરંટ રજૂ કર્યું હતું.

ઘડિયાળમાં 5.30 વાગ્તા જ જલ્લાદ એ લીવર ખેંચ્યુઘડિયાળમાં જેવા સવારે 5.30 વાગ્યાનો સમય થયો. તિહાડમાં હાજર જલ્લાદે લીવર ખેંચી દીધું અને દોષિતોને ફાંસી પર લટકાવી દીધા. ફાંસી પહેલાં નિર્ભયાના દોષિત કેવા ખોફમાં હતા આ જેલમાં હાજર લોકોએ જોયું. ફાંસી માટે જતા સમયે ચારેય દોષિતોના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. આ દરમ્યાન એક દિષોત ગભરાયો અને ત્યાં ફાંસી ઘરમાં આળોટવા લાગ્યો. તિહાડ જેલના મે઼ડિકલ ઓફિસરે નિર્ભયાના તમામ દોષિતોને મૃત જાહેર કરી દીધા છે. તિહાડમાં પવન, મુકેશ, વિનય અને અક્ષયને ફાંસી આપવામાં આવી હતી. ફાંસી બાદ અંદાજે એક કલાક સુધી દોષિતોના શરીરના ફંદા ઝૂલતા રહ્યા હતા. અડધા કલાક બાદ મેડિકલ ઓફિસરોએ મૃતદેહોની તપાસ કરી. હવે ડૉકટર પેનલ મૃતકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે. નિર્ભયાની માતા બોલી, ચાલુ રહેશે સંઘર્ષ

નિર્ભયાના માતા એ દોષિતોને ફાંસી આપ્યા બાદ કહ્યું કે આજે દેશની બાળકીઓને ન્યાય મળ્યો. તેમણે કહ્યું કે જે રીતે નિર્ભયા કેસમાં મોડું કરવા તકનીકી અપનાવી પરંતુ સુપ્રીમ કોર્ટે બધાને રદ્દ કરી દીધી. તેમણે કહ્યું કે અમને મોડા પણ ન્યાય મળ્યો. આ ન્યાય વ્યવસ્થાના પ્રત્યે અમારો વિશ્વાસ બની રહેશે. આપણને બધાને ન્યાય મળ્યો. અમે આ લડાઇ આગળ પણ ચાલુ રાખીશું. નિર્ભયાને ન્યાય મળ્યો છે. દેશની બાળકીઓને ન્યાય અપાવા માટે અમે આ લડાઇ ચાલુ રાખીશું.

આગળ જતા નહોતા દોષિતો

સૂત્રોના મતે એક દોષિત ફાંસી માટે આગળ જતો નહોતો. પછી ફાંસી ઘરમાં હાજર લોકો તેને જબરદસ્તી આગળ લઇ ગયા. આની પહેલાં બે દોષિતોએ પોતાના હાથ બંધાવાની ના પાડી હતી. પછી પોલીસવાળાઓની મદદથી તેમના હાથ બાંધવામાં આવ્યા હતા.

આખી રાત બેચેન રહ્યા, ખાધુ નહોતું

નિર્ભયાના દોષિતોની સ્થિતિ રાતથી જ ખરાબ હતી. 19મી માર્ચ એટલે કે પોતાની છેલ્લી રાતે દોષિતો સૂઇ શકયા નહોતા. રાત્રે મુકેશ-વિનયે ડિનર કર્યું હતું. તો પવન અને અક્ષય આખી રાત બેચેન રહ્યા.

નિર્ભયાના દોષિતોનું 24 કલાક પહેલાં જ મોનિટરિંગ શરૂ થઇ ગયું હતું. એવું એટલા માટે થયું કારણ કે જેલ અધિકારીઓને માહિતી મળી હતી કે આ ચારેય પોતાનાને નુકસાન પહોંચાડી શકે છે જેથી કરીને ફાંસીથી બચી શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો