ચીનથી ઉદભવેલો કોરોના વાયરસ દુનિયાના 110થી પણ વધારે દેશોમાં ફેલાયો છે. 5000થી આસપાસ લોકોનો ભરખી ગયો છે અને દુનિયા આખીના અર્થતંત્રને કમરતોડ ફટકો માર્યો છે. ભારત જેવો સવા અબજની વસ્તી ધરાવતો દેશ પણ કોરોના વાયરસના પગલે દુનિયાથી અળગો થઈ ગયો છે. જે ઝડપે આ વાયરસ ફેલાઈ રહ્યો છે તેને લઈને દુનિયા આખીના નિષ્ણાંતો ચિંતિત છે. હજી કોરોના વાયરસની દવા સોધવાના પ્રયાસો ચાલુ છે ત્યારે આ વાયરસ માનવ શરીરમાં કેવી રીતે ફેલાય છે તે પણ એક કોયડો બની ગયું છે.
હવે કોરોના વાઈરસ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે શરીરને પ્રભાવિત કરે છે તે દિશામાં વૈશ્વિક સ્તરે મોટું કામ ઈન્ફેક્ટેડ દર્દીઓના ફેફસાઓની 3D ઈમેજ બનાવવામાં આવી છે. આ 3D ઈમેજમાં ફેફસાની અંદરની સ્થિતિને સમજવાની દિશામાં કામ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોએ ચીનમાં કોરોના વાઈરસ COVID-19 ઈન્ફેક્શનમાં મૃત્યુ પામેલા 1000થી વધારે લોકોના પોસ્ટમોર્ટમમાં તેમના ફેફસાની સ્થિતિની 3D ઈમેજ બનાવી છે.
આ તસવીર રેડિયોલોજિકલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા (RSNA) દ્વારા રજૂ કરવામાં આવી છે. ફેફસાના એક્સ-રે અને સીટી સ્કેનથી સામે આવ્યું છે કે ફેફસા ચીકણાં અને ગાઢ મ્યૂકસથી ભરાઈ જાય છે. તેના કારણે પીડિત વ્યક્તિનો શ્વાસ રૂંધાવા લાગે છે અને ફેફસામાં હવા જવા માટે જગ્યા નથી રહેતી.
This 3D video from @RSNA shows what are called ground-glass opacities in the lungs of a #COVID-19 patient. These opacities on the CT scan indicate pneumonia as the spaces which are normally filled by air are being filled with something else.
Read more: https://t.co/whj7XQVITe pic.twitter.com/SQdoervbNO
— Sky News Tech (@SkyNewsTech) March 12, 2020
COVID-19 પીડિતોના સીટી સ્કેનમાં તેમના ફેફસામાં સફેદ ડાઘાઓ સ્પષ્ટ રીતે દેખાય છે. તેને રેડિયોલોજિસ્ટે તેમની ભાષામાં ગ્રાઉન્ડ-ગ્લાસ ઓપેસિટી કહ્યું છે. કારણ કે તે સ્કેનર પર બારીના કાચ પર લાગેલા ધબ્બા જેવા દેખાય છે. પીડિતોના ફેફસામાં સીટી સ્કેનથી એવા ધબ્બા દેખાય છે જે નિમોનિયાના હોય છે. પરંતુ કોરોનાના કેસમાં આ ધબ્બા ઘણાં ઘાટા હોય છે અને ફેફસામાં હવાની જગ્યાએ કઈક બીજુ જ દેખાઈ રહ્યું છે.
આ 3D ઈમેજ બન્યા પછી ડોક્ટર એક્સ-રે અને સીટી સ્કેનથી આવા દર્દીઓની ઝડપથી ઓળખ કરી શકે છે જેઓને ગંભીર ઈન્ફેક્શન છે અને તેમને તુરંત આઈસોલેટ કરવાની જરૂર છે. ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાઈરસ (COVId-19) અત્યાર સુધી 111થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધી 4,604 લોકોના મોત થયા છે. 1 લાખ 26 હજારથી વધારે લોકોને ઈન્ફેક્શન થયું છે.
અગાઉ નોંધાયેલા સાર્સ વાયરસના લક્ષણ પણ સમાન જ છે
2002માં દુનિયામાં ફેલાયેલા આવા જ ઈન્ફેક્શન સાર્સમાં કોરોનાની જેમ સાર્સમાં કોરોનાની જેમ જ એક્સ-રે અને સીટી સ્કેનના આવા જ નિષ્કર્ષ સામે આવ્યા હતા. આ રોગમાં પણ ફેફસામાં સફેદ અને ઘાટા ધબ્બા હતા અને જે જગ્યાએ હવા હોવી જોઈએ ત્યાં કફ દેખાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..