સુરતમાં દીકરા સાથે ક્રિકેટ રમતાં રમતાં પિતાને આવ્યો હાર્ટ એટેક, મોતનો હચમચાવી દેતો વિડિઓ આવ્યો સામે

સુરતમાં સોશિયલ મીડિયા એક વીડિયો વાઇરલ થયો છે. આજથી બે મહિના પહેલાનો આ વીડિયોમાં એક યુવાનની મોતની ઘટના કેદ થવા પામી છે. આ વીડિયોમાં જે વ્યક્તિને હાર્ટ એટેક આવે છે તે શહેરના ભટાર વિસ્તારમાં આવેલ જમનાનગર ખાતે રહેતા પરિક્ષિત સોસાયટીના રહેવાસી વિજય રમેશચંદ્ર વરેનો હતો.

તેઓ પરિવાર સાથે ભટારમાં રહેતા હતા અને તેમના પરિવારમાં માતા-પિતા પત્ની અને એક પાંચ વર્ષનો દીકરો છે . વિજય બીએડ કોલેજમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત 31મી માર્ચના રોજ પાંચ વર્ષના દીકરાની સાથે સોસાયટીની ગલીમાં ક્રિકેટ રમી રહ્યા હતા. દરમિયાન હાર્ટ એટેક આવતા લથડીયા ખાતા-ખાતા જમીન પર ઢળી પડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જોકે આ ઘટના લઇને સોસાયટીના લોકો દોડી આવીને આ યુવાન સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર તબીબે આ યુવાન મુત જાહેર કર્યો હતો. જોકે આ ઘટના લઇને સમગ્ર વિસ્તાર શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

જોકે આ યુવાન મોત લઇને પરિવાર પણ શોકમાં ગરકાઉ થઈ ગયું હતુ જોકે સોસાયટીના CCTV ચકાસતા આ યુવાનના મોતની ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી હતી. જોકે, આજે અચનાક આ બે મહિના જૂની ઘટનાનો વીડિયો વાયરલ થતા હાહાકાર મચી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો