લો બોલો! સામાન્ય જનતાને લોન ભરવા દબાણ કરતી બેંકોએ 3 કંપનીઓનું 3250 કરોડનું દેવુ માફ કર્યુ

સુરતમાં 3 કંપનીઓનું 3250 કરોડનું દેવુ બેંકોએ માફ કર્યાનું સામે આવ્યું છે. RTI એક્ટિવિસ્ટે માગેલી માહિતીમાં વિગતો બહાર આવી છે. સુરતમાં પણ કૌભાંડ સામે આવ્યુ છે.

જનતાને લોન માટે ધક્કા ખવડાવતી બેંકોએ હાઇપ્રોફાઇલ દેવાદારોના કરોડો રૂપિયા માફ કર્યા છે. વડોદરાના સાંડેસરા, ભાટનગર, કલ્પેશ પટેલનું કરોડોનું દેવું બેંકોએ માફ કર્યું છે. 3 કંપનીઓનું 3250 કરોડનું દેવુ બેંકોએ માફ કર્યાનું સામે આવ્યું છે. RTI એક્ટિવિસ્ટે માગેલી માહિતીમાં વિગતો બહાર આવી છે.

સ્ટર્લિંગ જૂથના સ્ટર્લિંગ બાયોટેકના 887 કરોડ માફ કરાયા છે. જ્યારે સ્ટર્લિંગ ઓઈલના 888 કરોડ, ભટનાગર બંધુઓની ડાયમંડ પાવર કંપનીના 870 કરોડ માફ કરાયા છે. તો કેમરોક ઈન્ડસ્ટ્રીઝના કમલેશ પટેલના 605 કરોડ માફ કરવામાં આવ્યા છે. RTI એક્ટિવિસ્ટ સંકેત ગોખલેએ માગેલી માહિતીમાં વિગતો સામે આવી છે.

કઇ કંપનીના કેટલા રૂપિયા કર્યા માફ?

  • 3 કંપનીઓનું 3250 કરોડનું દેવુ બેંકોએ કર્યું માફ
  • સાંડેસરા, ભટનાગર, કલ્પેશ પટેલનું કરોડોનું દેવુ માફ
  • સ્ટર્લિંગ જૂથના સ્ટર્લિંગ બાયોટેકના 887 કરોડ માફ
  • સ્ટર્લિંગ ઓઈલના 888 કરોડ માફ
  • ભટનાગર બંધુઓની ડાયમંડ પાવર કંપનીના 870 કરોડ માફ
  • કેમરોક ઈન્ડસ્ટ્રીઝના કમલેશ પટેલના 605 કરોડ માફ

સુરતમાં પણ કૌભાંડ

સુરતમાં બેંક ઓફ બરોડાની વધુ બે બાન્ચમાં લોન કૌભાંડ સામે આવ્યું છે. મોટા વરાછા અને મગદલ્લા બ્રાન્ચમાં કૌભાંડ થયું છે. જેને લઇને 48 લોનધારક, સિનિયર મેનેજર, એજન્ટ સહિત 57 સામે ફરિયાદ નોંધાઇ છે. સરકારી યોજનામાં લોન લઇ બેંકમાં 9.85 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. અગાઉ નવયુગ કોલેજ, ડુમસ બ્રાન્ચમાં 10.62 કરોડનું કૌભાંડ થયુ હતું. કૌભાંડ મામલે CID ક્રાઇમ તપાસ કરી રહી છે.

સળગતા સવાલ

  • જનતાને ધક્કા ખવડાવતી બેંકોએ હાઇપ્રોફાઇલ દેવાદારોના કરોડો રૂપિયા કેમ કર્યા માફ?
  • સામાન્ય જનતાની સંપત્તિ જપ્ત કરાય છે, આવા લોકોની સંપત્તિ કેમ જપ્ત ન કરાઇ?
  • 3 કંપનીઓનું 3250 કરોડોનું દેવું કેમ માફ કરવામાં આવ્યું?
  • સામાન્ય જનતાને લોન ભરવા દબાણ, આ લોકોને દબાણ કેમ ન કરાયું?
  • હાઇપ્રોફાઇલ દેવાદારો પાસેથી નાણાની વસૂલાત નહીં કરાય?

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો