અમદાવાદમાં વાડજ વિસ્તારમાં 30 લોકોએ હુમલો કરતા પોલીસ મદદે પહોંચતા બાળકે હાથ જોડ્યા, આભાર સાહેબ તમે બચાવ્યા! મહિલા ટોળાથી બચવા બાળકો સાથે બાથરૂમમાં પૂરાઈ રહી હતી

વાડજ વિસ્તારમાં રામાપીર ટેકરાની કૃષ્ણાનગરની ચાલીમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન તલવાર, લાકડીઓ સહિતની 30 લોકોના ટોળાએ મહિલાના ઘરે હુમલો કર્યો હતો. ટોળું ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. લોકોથી બચવા માટે મહિલા બાળકોને લઈને બાથરૂમમાં સંતાઈ હતી અને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને કહ્યું હતું કે, અમને બચાવો અમારા ઘરમાં ટોળું તોડફોડ કરે છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ત્રણેયને બચાવ્યા હતા. ત્યારે ડરેલું બાળક પોલીસને હાથ જોડીને આભાર માનતું હોય તેમ સાંકેતિક ભાષામાં જ રડતાં રડતાં આંખોની ભાષામાં સાહેબ તમે અમારો જીવ બચાવ્યો તેમ કહી રહ્યો હતો.

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પર આવેલી કૃષ્ણાનગરની ચાલીમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન 30 માણસોના ટોળાએ પરિવાર પર હુમલો કર્યો હતો. ટોળાએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી આગ લગાવી દીધી હતી. ટોળાના હુમલાથી બચવા માટે માતા અને બાળકોએ બાથરૂમમાં પુરાઈ જવું પડ્યું હતું અને બાથરૂમમાંથી તેઓએ પોલીસને ફોન કરી કહ્યું હતું કે, કે, અમારા ઘરમાં તોડફોડ અને હુમલો થયો છે જેથી પોલીસ મોકલી આપો. જેથી વાડજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અરવિંદ પરમાર અને અન્ય 25થી 30 માણસોએ પરિવાર પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરતા પોલીસે રાયોટિંગ સહિત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પર આવેલી કૃષ્ણાનગરની ચાલીમાં કમળાબેન મેવાડા પરિવાર સાથે રહે છે. મંગળવારે રાતે 10 વાગ્યાની આસપાસ કમળાબેન પરિવાર સાથે ઘરમાં જમવા બેઠા હતા ત્યારે અરવિંદ પરમાર, કિરણ રાવત, પીયૂષ બારોટ, કરણ રાવત સહિત 25થી 30 માણસોના ટોળાએ લાકડીઓ, દંડા, તલવારો અને પાઇપો વગેરે જેવા હથિયારો સાથે ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી. પથ્થરમારો પણ કર્યો હતો જેમાં એક બાળકીને પથ્થર વાગ્યો હતો. કમળાબેન બાળકો સાથે બાથરૂમમાં પૂરાઈ ગયા હતા. પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી અને જાણ કરી હતી.

વાડજ પોલીસ આવતાં તમામ હુમલાખોર ફરાર થઈ ગયા હતા. પોલીસ આવ્યા બાદ કમળાબેન બહાર આવ્યા હતા અને ઘરમાં જોતાં આખું ઘર વેરવિખેર થયેલું હતું. તમામ ઘરવખરી તોડી નાખી સળગાવી હતી. જો કે પાડોશીઓએ પાણી નાખી આગ બુઝાવી દીધી હતી. ઉપરાંત ઘરની બહાર પડેલી રીક્ષા, બાઈક સહિત બીજા બે ત્રણ વાહનોમાં તોડફોડ કરી હતી. વાડજ પોલીસે આ મામલે રાયોટિંગ અને તોડફોડ અંગે ફરિયાદ નોંધી છે. જો કે હુમલો ક્યાં કારણોસર કરવામાં આવ્યો તેવું વાડજ પોલીસે ફરિયાદમાં નોંધ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો