વડોદરામાં 3 વિદ્યાર્થી મિત્રોએ સ્કૂલની ફી વધારે લાગતા ઓછી ફી લેતી સ્કૂલમાં લીધુ એડમિશન અને ત્રણેયે 99.8, 98.08 અને 98.7 પર્સેન્ટાઈલ મેળવ્યા

વાઘોડિયા રોડ પર આવેલી સ્કૂલમાં ધોરણ-12ની પ્રવેશ ફી ઓછી ન કરતા ક્રિસ્ટલ સ્કૂલમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થી ગૃપે સ્કૂલનું નામ રોશન કર્યું છે. 98.08 પર્સન્ટાઇલ લાવનાર અથર્વ ખેરડેએ જણાવ્યું કે, સ્કૂલ ગમે તેવી હોય,ટીચીંગ સારું હોય તો ધાર્યુ પરિણામ મેળવી શકાય છે.

એક સ્કૂલની ફી વધારે લાગતા ઓછી ફી લેતી સ્કૂલમાં એડમિશન લીધુ

અથર્વ ખેરડેએ જણાવ્યું હતું કે, અમે ચાર મિત્રો વૃશાંક શાહ, જય દવે અને કુશ શાહનું ગૃપ છે. અમારું ગૃપ એક જ સ્કૂલમાં અભ્યાસ કરવા માંગતું હતું. અમે ધોરણ-11 સુધી અભ્યાસ કર્યો તે સ્કૂલમાં ધોરણ-12ની ફી રૂપિયા 30,000 હતી. અમે સ્કૂલ સંચાલકોને ફી ઓછી કરવા માટે જણાવ્યું હતું. પરંતુ, તેઓએ ફી ઓછી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આથી અમે ચારે મિત્રોએ વાઘોડિયા રોડ પરની ક્રિસ્ટલ સ્કૂલમાં એડમિશન લીધું હતું. જ્યાં ફી રૂપિયા 18,000 હતી. મે98.08 પર્સેન્ટાઈલ, વૃશાંક શાહે 99.8 પર્સેન્ટાઈલ, જય દવેએ 94.88 પર્સેન્ટાઈલ અને કુશ શાહે 36.68 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. નોંધનીય છે કે, ક્રિસ્ટલ સ્કૂલમાં જ અભ્યાસ કરતા સિદ્ધાર્થ પાંડેએ 98.7 પર્સેન્ટાઈલ મેળવીને સ્કૂલનું નામ રોશન કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વિદ્યાર્થી કહે છે કે, સારૂ ટીચીંગ હશે અને મહેનત કરીશું તો ધાર્યું પરિણામ મેળવીશું

વાઘોડિયા રોડ પર શ્યામલ રેસિડેન્સીમાં રહેતા અથર્વ ખેરડેએ જણાવ્યું હતું કે, સ્કૂલ ગમે તેવી હોય, પરંતુ, સ્કૂલ કરતાં ટીચીંગ મહત્વનું છે. જો સારૂ ટીચીંગ હશે અને મહેનત કરીશું તો આપણે ધાર્યું પરિણામ મેળવીશું. ધો-12માં દરેક વિદ્યાર્થી સારા ટકા મેળવવા માટે તનતોડ મહેનત કરે છે. કારણ કે, ધો-12 પછી તેના ઉચ્ચ અભ્યાસનો ટર્નિંગ પોઇન્ટ હોય છે. ધો-12માં સ્કૂલમાં જવાનું પણ ઓછું હોય છે. સ્કૂલોએ ધો-12માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પાસે ઓછી ફી લેવી જોઇએ તેવું મારું અને મારા ગ્રુપનું માનવું છે.

વાલીઓ કહે છે કે, સ્કૂલો દ્વારા ફીના નામેઉઘાડી લૂંટ સામે કડક પગલાંની જરૂર

ઓટો પાર્ટ્સ એન્ડ સર્વિસનો વ્યવસાય કરતા અથર્વના પિતા આશિષભાઇ માતા સ્મીતાબહેન ખેરડેએ જણાવ્યું કે, મારા પુત્રએ અમારા પરિવારનું નામ રોશન કર્યું છે. તેને ચાર્ટડ એકાઉન્ટ બનવાની ઇચ્છા છે. વર્તમાનમાં ચાલતી શિક્ષણ પ્રથા બદલવાની જરૂર છે. જેમાં ખાસ કરીને સ્કૂલો દ્વારા ફીમાં કરાતી ઉઘાડી લૂંટ સામે સરકારે કડક પગલાં ભરવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો