દિલ્હીમાં 24 વર્ષના રિંકુ શર્માની રામ મંદિરના કારણે વિધર્મીઓએ કરી હત્યા! પરિવારના આરોપ- જય શ્રીરામ બોલવા મુદ્દે હત્યા કરવામાં આવી, પોલીસે કહ્યું- આ સાંપ્રદાયિક મામલો નથી

દિલ્હી (Delhi)ના મંગોલપુરી વિસ્તારમાં અંદાજે અડધો ડઝન હુમલાખોરોએ એક યુવકની હત્યા કરી દીધી. હત્યા કરવાનું કારણ એક કાર્યક્રમમાં થયેલ વિવાદ બતાવામાં આવી રહ્યું છે. મૃતકની ઓળખ 25 વર્ષી રિંકૂ શર્મા (Rinku Sharma) તરીકે કરવામાં આવી છે. ભાજપ (BJP) અને વિશ્વ હિંદુ પરિષદ (VHP)નો આરોપ છે કે, રામ મંદિર (Ram Mandir) નિર્માણ માટે નિધિ એકત્રીકરણ અભિયાન સાથે જોડાયેલો હોવાના કારણે રિંકુની હત્યા કરી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયા (Social Media) પર રિંકુને ન્યાય અપાવવાની માંગણીએ જોર પકડ્યું છે, માતાનો આરોપ છે કે તેમનો પુત્ર શેરીમાં જય શ્રીરામના નારા લગાવતો હતો, તેથી તેની હત્યા કરાઈ છે, જ્યારે પોલીસ દાવો કરે છે કે મૃતક અને આરોપી મિત્રો હતા. જન્મદિવસની પાર્ટીમાં તેમની વચ્ચે ઝગડો થયો હતો. આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવો જોઈએ નહીં.

આ હત્યા બાદ બે સમૂદાયના લોકો વચ્ચે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે. જેને લઇને આ વિસ્તારમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ હત્યા મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપી દીધો છે. પોલીસે આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ (CCTV Camera Footage) ચેક કરી રહી છે. રિંકૂ શર્મા બજરંગ દળ અને ભાજપનો યૂથ વિંગનો સભ્યો હોવાના અહેવાલ છે.

દશેરા પર થઇ હતી બબાલ

પોલીસના જણાવ્યાં મુજબ રિંકૂના મોટા ભાઇ મનુ શર્માના નિવેદન પર પહેલા હત્યાનો પ્રયત્ન, આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ રિંકુના મૃત્ય પછી હત્યાને સેકશન સાથે જોડી દેવામાં આવી છે.

મનુ શર્માના નિવેદન મુજબ તે માતા-પિતા તેમજ બે ભાઇઓ સાથે મંગોલપુરીમાં આવેલા કે બ્લોકમાં રહે છે. ઘરમાં પિતા-માતા, મોટો ભાઇ રિંકુ અને નાનો ભાઇ છે. મનુ શર્માએ આરોપ લગાવતા કહ્યું કે ઘરથી થોડે દૂર કે બ્લોકમાં જ દાનિશ ઉર્ફે લાલી, ઇસ્લામ, મેહતાબ ઉર્ફે નાટૂ અને જાહિદ ઉર્ફે છિંગુ રહે છે. રિંકૂ અને આ ચારેય વચ્ચે દશેરા પર રામ મંદિર પાર્કના કાર્યક્રમમાં બબાલ થઇ હતી. આ દિવસથી આ ચારેય લોકો ધમકી આપતા હતા.

પરિવારજનોનું કહેવું છે કે, રિંકુની હત્યા એટલે થઈ કારણ કે તે વિસ્તારમાં જય શ્રીરામના નારા લગાવતો હતો. પરિવારના જણાવ્યાં મુજબ રિંકુ શર્માએ 5 ઓગસ્ટના 2020ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ શરૂ થવા પર વિસ્તારમાં શ્રી રામ રેલી કાઢી હતી. ત્યારે પણ આરોપી પક્ષના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદથી જ આરોપીઓએ રિંકુ શર્માને ટાર્ગેટ પર લીધો હતો.

બજરંગ દળ અને ભાજપ સાથે જોડાયેલો હતો રિંકુ

મૃતક રિંકુ શર્માના ભાઈ મનુ શર્માએ જણાવ્યું હતું કે, રિંકુ ભાજપ અને બજરંગ દળ સાથે જોડાયેલો હતો. મંગોલપુરના હનુમાન ચાલીસાના પ્રમુખ છે. 5 ઓગસ્ટના રોજ શ્રી રામ મંદિર બનવાના ઉપલક્ષ્યમાં અમે વિસ્તારમાં શ્રીરામ રેલી કાઢી હતી. ત્યારે પણ અમારી સાથે આરોપીઓએ વિવાદ કર્યો હતો. તે વખતે પણ તેમણે અમને ધમકી આપી હતી. ત્યારબાદ તક મળતા જ તેમણે બુધવારે ભાઈને મારી નાખ્યો.
પુરી તૈયારી સાથે આવ્યાં હતા

મૃતક રિંકુ શર્માની માતા રાધા શર્માએ જણાવ્યું કે ગુરુવારે 30-40 લોકો આવ્યા, લાકડી, ડંડા અને ચાકૂ સાથે લાવ્યા હતા. મારા પુત્રને ખુબ માર્યો. જ્યારે તેને ચાકૂ મારવામાં આવ્યા ત્યારે પણ તે જય શ્રીરામ બોલતો હતો. મૃતક રિંકુ શર્માના પિતા અજય શર્માએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે મારો પુત્ર જન્મદિવસની પાર્ટીમાંથી પાછો ફર્યો. ત્યારે પાછળથી હુમલાખોરો આવ્યા અને હુમલો કર્યો. મારો પુત્ર બજરંગ દળ સાથે જોડાયેલો છે આથી વારંવાર ધમકી આપતા હતા. બોલતા હતા કે છોડીશું નહી. મારા પુત્રને ચાકૂ મારી દીધુ. મારા નાના પુત્રને પણ માર્યો છે અને મને કહીને ગયા કે અમે તારા પુત્રને મારી નાખ્યો.

સોશિયલ મીડિયા પર ન્યાયની માંગ

ટવિટર પર #JusticeForRinukSHarma ટ્રેન્ડ કરી રહ્યું છે. આજે રોજ હેશટૈગ સાથે 2 લાખથી વધારે લોકો ટ્વિટ કરી ચૂક્યાં છે. યૂઝર્સ હત્યાને સાંપ્રદાયિક સ્વરુપ આપી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો