અમદાવાદમાં એક 24 વર્ષના યુવાને જે કર્યું તે કરવા હિંમતની જરૂર પડે, જેના કારણે આજે ચારેબાજુ તેની ચર્ચા થઈ રહી છે. અમદાવાદના એક 24 વર્ષીય વિશાલ ચિંતલાંગ્યાએ 17 લાખની નોકરી છોડી દીધી હતી, હવે તમે કહેશો શા-માટે? તો તેનો જવાબ છે, માત્ર CATની પરીક્ષા પાસ કરવા… લાગ્યોને ઝાટકો પરંતુ આ હકીકહત છે. 24 વર્ષના વિશાલ ચિતલાંગ્યાએ 17 લાખના વાર્ષિક પેકેજની જોબ ફક્ત કેટ એક્ઝામ ક્લિયર કરવા માટે છોડી હતી, અને આ યુવકે પોતાની મહેનતે પ્રથમ ટાયલમાંજ 99.59 પર્સેન્ટાઈલ સાથે કેટની પરીક્ષા પાસ કરી દીધી છે.
CATની પરીક્ષા પાસ કરનાર વિશાલની વાત કરીએ તો, અમદાવાદના યુવકે સી.એ. ફાઈનલમાં ઓલ ઈન્ડિયા 40મો રેન્ક મેળવ્યો હતો. ત્યારબાદ મુંબઈની કંપનીમાં ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે 9.5 લાખના પેકેજ સાથે આજથી ત્રણ વર્ષ પહેલા પ્રથમ જોબ શરૂ કરી હતી. ત્યારે તેની ઉંમર માત્ર 21 વર્ષની હતી, અને પોણા ત્રણ વર્ષમાં તેને પ્રમોશન મળતા આ પેકેજ વધીને 17 લાખ થયું હતું.
અમદાવાદી યુવક વિશાલને શહેરની જાણીતી ઈન્ટસ્ટ્રીટ આઈઆઈએમમાં ભણવાની પ્રબળ ઈચ્છા હતી, જેના કારણે ત્રણ વર્ષ પછી આ જોબ છોડી દીધી અને કેટની એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી હતી. વિશાલ પહેલાથી ભણવામાં હોંશિયાર અને ટોપર્સ રહેતો હતો જેના કારણે ધોરણ 10 અને 12માં 90 ટકા મેળવ્યા હતા. આ સ્ટડી તેને ગુજરાત બોર્ડમાં રહીને કરી હતી. હાલ અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહે છે.
એક્ઝામની પ્રિપરેશનને અંગે 24 વર્ષીય વિશાલ ચિંતલાંગ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, કેટ માટે મેં ઓગસ્ટ 2019થી તૈયારી શરૂ કરી હતી. એક્ઝામ પહેલા ફક્ત સાડા ત્રણ મહિના જ મહેનત કરી હતી. મારી યુએસબી એક્ઝામની પ્રિપરેશનમાં મોક ટેસ્ટ હતી. છેલ્લા 45 દિવસમાં 30 મોક ટેસ્ટ સોલ્વ કર્યા હતા. મોક ટેસ્ટથી એક્ઝામમાં પ્રેશર હેન્ડલ કરતા શિખ્યો આ સાથે તેમાં થયેલી ભૂલનું એનાલિસિસ જાતે કરતો હતો. ઓછો સમય હતો એટલા કન્સેપ્ટ ક્લિયર રાખી ચેપ્ટરવાઈઝ સોલ્યુશન કરતો હતો.
પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું સપનું
વિશાલે કહ્યું હતું કે, ક્વોલિફિકેશન અને નેટવર્ક વધારવું હતું જે માટે આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન મેળવવા માગું છું. ત્યાં એડમિશન મળશે તો મેનેજમેન્ટમાં ફાઈનાન્સ કરીશ. તેમાં પણ ખાસ કરીને ટેકનોલોજી અને ફાઈનાન્સ (ફિનટેક)માં ખુદનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માગું છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..