આવતા મહિને થવાના હતા લગ્ન, એ પહેલા જ જોધપુરનો વીર જવાન દેશ માટે શહીદ થઈ ગયો, દેશ હંમેશા તેમનો ઋણી રહેશે

જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)ના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર વગર કારણે પાકિસ્તાન (Pakistan) તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં બુધવારના જોધપુર (Jodhpur)ના જાબાંઝ શહીદ થઈ ગયા. મળતી માહિતી પ્રમાણે જોધપુર જિલ્લાના ખેજડલાના રહેવાસી 21 વર્ષીય લક્ષ્મણ દેશની સરહદ પર દુશ્મનોના ગોળીબારનો જવાબ હિંમતથી આપવા દરમિયાન તેઓ ઘાયલ થઈ ગયા હતા. ત્યારબાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. લક્ષ્મણના શહીદ થયાના સમાચાર મળતા જ ખેજડલા ગામમાં શોક ફેલાઈ ગયો.

માહિતી પ્રમાણે આવતા મહિને લક્ષ્મણના જોધપુરમાં લગ્ન થવાના હતા, પરંતુ આ પહેલા જ આ બહાદુર સપૂતે દેશ માટે પોતાનો જીવ આપી દીધો. બીજી તરફ લક્ષ્મણના શહીદ થયાના સમાચાર સાંભળતા જ ખેજડલા ગામમાં શોક છવાઈ ગયો. શહીદ લક્ષ્મણના પિતા ખેતીવાડી કરે છે. સાથે જ તેમના ઘરમાં માતા-પિતા, એક નાનો ભાઈ અને એક બહેન છે. આખો પરિવાર આવનારા સમયને લઇને ઉત્સાહિત હતો, કેમકે આવતા મહિને લક્ષ્મણ લગ્ન માટે ઘરે આવવાના હતા. આખો પરિવાર લગ્નની તૈયારીઓમાં લાગ્યો હતો, પરંતુ લક્ષ્મણના શહીદ થયાના સમાચાર આવતા જ આખા પરિવારને શોકે ઘેરી લીધો.

દેશ હંમેશા તેમનો ઋણી રહેશે

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે, પાકિસ્તાની સેનાએ રાજૌરી જિલ્લાના સુંદરબાની સેક્ટરમાં કોઈ પણ કારણ વગર ગોળીબાર શરૂ કરી દીધો. દુશ્મનના ગોળીબારનો આપણા જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે, ગોળીબારમાં 21 વર્ષના જવાન લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. ત્યારબાદ તેમનું મૃત્યુ થયું. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, લક્ષ્મણ એક બહાદુર અને ગંભીર સૈનિક હતા. રાષ્ટ્ર તેમના સર્વોચ્ચ બલિદાન અને કર્તવ્ય પ્રત્યે સમર્પણ માટે તેમનું હંમેશા ઋણી રહેશે. આ વર્ષે પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામમાં શહીદ થનારા લક્ષ્મણ ચોથા સૈનિક છે. આ પહેલા જાન્યુઆરીમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ગોળીબારમાં સેનાના ત્રણ જવાન શહીદ થઈ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો