સલામ છે આ 2 મહિલા ડૉક્ટરોને, પથ્થરબાજો દ્વારા હુમલો થયો છતા પણ નીડર થઈને ફરજ નીભાવવા પાછી ફરી બંને મહિલા ડૉક્ટરો

મુશ્કેલીઓથી ગભરાઇને રણમેદાન છોડી દેનારાઓને દુનિયા કાયર સમજે છે. મુશ્કેલીમાંથી પસાર થઈ ચુક્યા હો અને ખબર હોય કે ફરી આવુ થઈ શકે છે તેમ છતા પાછા એ જ રણમેદાનમાં આવીને લડવાનું કામ વીરલાઓ કરતા હોય છે. ઇન્દોરની બે મહિલા ડૉક્ટરોએ એ હિંમત બતાવી છે જેનાથી કોઈપણ પાઠ લઇ શકે છે. ચોવીસ કલાક પણ તો નથી થયા જ્યારે એક વિસ્તારનાં લોકો તેમના જીવનાં દુશ્મન બની ગયા હતા. આ બંને મહિલાઓ તો પોતાની ફરજ નીભાવવા ગઈ હતી બદલામાં તેમને મળ્યા પથ્થર.

ઇન્દોરનાં ટાટપટ્ટી બાખલ વિસ્તાર પથ્થરબાજોએ કર્યો હતો હુમલો

પરંતુ આનાથી પાછા હટી જવું એ કામ બીજાઓનું. આ બે મહિલાઓ ફરી ડ્યૂટી પર હાજર થઈ. આ બે મહિલા ડૉક્ટરોનું નામ છે ડૉ. તૃપ્તિ કટારિયા અને ડૉ. ઝાકિયા સૈયદ. આ નામ યાદ રાખી લો અને જ્યારે પણ સંકટ આવે આમને યાદ કરી લેશો તોયે હિંમત મળી જશે. મધ્ય પ્રદેશનાં ઇન્દોરમાં સૌથી વધારે કોરોનાથી સંક્રમિત લોકો છે. લોકોનાં જીવ બચાવવા માટે સ્વાસ્થ્ય કર્મચારીઓ પોતાની જિંદગીની બાજી લગાવીને દિવસ-રાત કામમાં લાગ્યા છે, પરંતુ બુધવારનાં જે ઇન્દોરનાં ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં થયું તે હ્રદય હચમચાવનારું હતુ.

નીડર થઈને ફરજ નીભાવવા પાછી ફરી બંને મહિલા ડૉક્ટરો

કોરોનાનાં આ હાઈ રિસ્ક ઝોનમાં જ્યારે મહિલા ડૉક્ટરો પોતાની ટીમ સાથે તપાસ માટે પહોંચી તો લોકોએ પથ્થરમારો શરુ કરી દીધો. નાપાક ઇરાદાવાળા પથ્થરબાજોથી બંને ડૉક્ટરો ડરી નહીં અને કામ પર પરત આવી. સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં જખ્મી થયેલા ડૉક્ટર ઝાકિયા સૈયદે કહ્યું કે અમને ઇજા થઈ છે. અમારે અમારું કામ પણ કરવાનું છે અને ડરવું ના જોઇએ.

7 લોકોની કરાઈ ધરપકડ

સ્વાસ્થ્ય કર્મચારીઓ પર પથ્થરમારો કરનારા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 12 જેટલા લોકો પર IPC કલમ 307 અંતર્ગત કેસ નોંધ્યો છે. સાથે જ 7 લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા છે. ટાટપટ્ટી બાખલનાં 4 લોકો પર કલેક્ટરે રાષ્ટ્રિય સુરક્ષા કાયદા અંતર્ગત કાર્યવાહી કરી છે. જેમના પર રાસુકા લાગી છે તેમનું નામ છે – મોહમ્મદ મુસ્તફા (28), મોહમ્મદ ગુલરેઝ (32), સોયબ ઉર્ફ સોભી (36) વર્ષ તેમજ મજ્જુ ઉર્ફ મજીદ (48) . તમામ ટાટપટ્ટી બાખલ ઇન્દોરનાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો