દેશમાં કોરોના વાઇરસની પરિસ્થિતિને જોઈને લોકડાઉન ત્રીજી વાર 17 મે સુધી લંબાવાયું છે. આ દરમિયાન વાહન વ્યવહાર ઠપ થઇ જતા ઘણા પ્રવાસી શ્રમિકો પગપાળા પોતાને વતન જઈ રહ્યા છે. દેશમાં હાલ પ્રવાસીઓ ગમે તેમ કરીને વતન પરત જવા કોઈને કોઈ જુગાડ કરી રહ્યા છે.હાલમાં ઇન્દોર શહેરમાં પોલીસે એક શંકાસ્પદ કૉંક્રીટ મિક્સર ટ્રકની તપાસ કરી હતી. આટ્રકના મિક્સરમાં કોઈ 1-2 નહિ પણ કુલ 18 શ્રમિકો લખનઉ જઈ રહ્યા હતા. પોલીસે એક પછી એક એમ 18 લોકોને કૉંક્રીટ મિક્સરમાંથી બહાર કાઢ્યા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
#WATCH 18 people found travelling in the mixer tank of a concrete mixer truck by police in Indore, Madhya Pradesh. DSP Umakant Chaudhary says, "They were travelling from Maharashtra to Lucknow. The truck has been sent to a police station & an FIR has been registered". pic.twitter.com/SfsvS0EOCW
— ANI (@ANI) May 2, 2020
ન્યૂઝ એજન્સી ANIએ આ શ્રમિકોનો 41 સેકન્ડનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. કલાકમાં જ આ વીડિયોને 55 હજારથી વધારે લોકોએ જોયો છે.મધ્ય પ્રદેશના ડીએસપી ઉમાકાંત ચૌધરીએ કહ્યું કે, 18 શ્રમિકો મહારાષ્ટ્રથી લખનૌ જઈ રહ્યા હતા. અ ટ્રકને હાલ પોલીસ સ્ટેશન મોકલી દીધો છે અને અમે FIR નોંધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..