દાહોદઃ મામાએ જ પોતાની 7 વર્ષની ભાણી પર દુષ્કર્મ આચર્યું, ‘ઘરે કહી દઈશ’ કહેતાં ગળું દબાવીને કરી ક્રૂર હત્યા

ગુજરાતમાં નાની બાળકી પર દુષ્કર્મનો વધુ એક કિસ્સો આજે સામે આવ્યો છે. દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના એક ગામમાં કિશોરવયનાં મામાએ જ પોતાની 7 વર્ષની ભાણી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાળકીએ ઘરે કહી દઈશ એમ કહેતાં જ ફફડી ઉઠેલાં કિશોરે તેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. આ મામલે પોલીસે આરોપી કિશોર સામે બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતમાં વાત રીએ તો, સીંગવડ તાલુકાના એક ગામે સાત વર્ષીય બાળકી છેલ્લા કેટલાક સમયથી તેનાં માતા-પિતાનુ આકસ્મિક નિધન થતાં મામાના ઘરે રહેતી હતી. 2 માર્ચનાં રોજ 17 વર્ષીય કિશોરવયનો મામા બાળકીને વેફરની લાલચ આપી લઈ ગયા બાદ બાળકી પરત ન આવતાં પરિવારજનોએ પૂછપરછ આદરી હતી. જેમાં મામાના મકાનના નજીક ખેતરમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના મોઢે અને નાકમાંથી નીકળેલા ફીણ અને તેનો લેંઘો પણ અડધો ઉતરેલો હોવાથી દુષ્કર્મની આશંકાના પગલે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ વડોદરા ખસેડાયો હતો. પોસ્ટ મોર્ટમમાં બાળકી સાથે દુષ્કર્મ પણ આચર્યુ હોવાનું ખુલ્યુ હતું.

કિશોરવયના મામા બાળકી સાથે દુષ્કર્મ આચરતો હતો ત્યારે બાળકીને અસહ્ય દુખાવો થતો હતો. તેમ છતાં મામા દ્વારા રાક્ષસી કૃત્ય આચરવામાં આવ્યું હતું. છેલ્લે બાળકીએ મામાને કહ્યું કે, તે મને દુખાવ્યુ, હું ઘરે કહી દઇશ. આ વાત સાંભળતાં જ મામા ડરનાં મારે ફફડી ગયો હતો. અને પોતાની કાળી કરતૂત ઘરવાળા જાણી જશે તે ડરથી તેણે બાળકીનું ગળું દબાવી દીધું હતું. ડરમાં કિશોરવયનાં મામાએ એટલી જોરથી બાળકીનું ગળું દબાવ્યું કે, મોઢા અને નાકમાંથી ફીણ નીકળી ગયું હતું. ફીણ સાથે હળવુ લોહી પણ નીકળવા લાગ્યુ હતું. આટલી નાની ઉંમરમાં દુષ્કર્મનાં હેવાન કૃત્ય બાદ મામાએ બાળકીને ક્રૂર મૃત્યુ આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો