સુરતમાં 16 વર્ષનો છોકરો પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો, છોકરાને પરિણીતાથી દૂર કરાતા ભર્યું અવળું પગલું

પ્રેમ જેવી ઘટના કે કોઈના ડરાવવાના ધમકાવાના કિસ્સામાં કિશોર અવસ્થામાં રહેલી વ્યક્તિના માનસ પર ખરાબ અસર પડતી હોય છે. આવું જ સુરતમાં બનેલ એક કિસ્સામાં સામે આવ્યું છે કે જેમાં પ્રેમમાં પડેલા કિશોરને જ્યારે પરિણીત મહિલાથી દૂર કરવામાં આવ્યો તો તેને આ વાતથી ભારે આઘાત લાગી ગયો હતો. આઘતમાં સરી પડેલા કિશોરે જીવન ટૂંકાવ્યું છે. આ અંગે પોલીસ દ્વારા વધારે તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતના સચિન વિસ્તારમાં 16 વર્ષના કિશોરે પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળવાના કારણે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટના કંઈક એવી છે કે 16 વર્ષનો છોકરો તેના જ ગામમાં રહેતી પરિણીત મહિલાના પ્રેમમાં સરી પડ્યો હતો. કિશોરા વસ્થામાં હોવાથી યુવકને ધમકાવીને પરિણીતાથી અલગ કરવામાં આવ્યો હોવાથી તેને આ વાતનું ભારે દુઃખ લાગી ગયું હતું જેના લીધે જ તેણે ખોટું પગલું ભરી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહિલા પહેલાથી પરણેલી હતી એવામાં કિશોર તેના પ્રેમમાં પડતા બે પરિવાર માટે મુશ્કેલી ઉભી ના થાય તેને ધ્યાનમાં રાખીને યુવકને પરિણીતાથી દૂર કરીને સુરતમાં લવાયો હતો જ્યાં તેણે એકલતા ના જીરવી શકતા આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. આ યુવક મહિલાને ભૂલી શક્યો નહોતો અને તેને પામવા માગતા હતો પરંતુ સમાજના બંધનોના લીધે આમ થઈ શકે તેમ નહોતું, જેના લીધે આ 16 વર્ષના છોકરાએ ના કરવાનું કર્યું છે.

પરિણીતાના પ્રેમમાં પડેલા કિશોરે કરેલા આપઘાતના કેસમાં પોલીસ દ્વારા વધારે તપાસ શરુ કરવામાં આવી રહી છે, જેમાં પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવી રહ્યું છે. હવે આ યુવકને કોઈએ ડરાવ્યો કે ધમકાવ્યો છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વિસ્તારથી તપાસ કરવામાં આવશે ત્યારે વિગતો સામે આવશે. હાલ તો યુવકના મૃતદેહને લઈને પંચનામું કરીને પોલીસ દ્વારા આપઘાતના કારણને જાણવાની તપાસ કરવામાં આવી રહી છે.

આ કેસમાં પરિણીત મહિલા દોષી છે કે કેમ અથવા પરિવારના સભ્યો છોકરાએ ભરેલા પગલા માટે જવાબદાર છે કે નહીં તે અંગે પણ ઊંડી તપાસ કરવામાં આવશે. આ કેસમાં પરિવાર સહિત તેની પાડોશમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરીને કેસને ઉકેલવાની કોશિશ કરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો