સુરતના વરાછાની 12 વર્ષની પાટીદાર દીકરીએ મરતા મરતા પાંચ વ્યક્તિને આપ્યું જીવનદાન

વરાછામાં આવેલા હીરાબાગ ખાતેની ગંગેશ્વર સોસાયટીમાં રમતા રમતાં નવ માર્ચના રોજ 12 વર્ષની બાળકી બેભાન થઈ ગઈ હતી. બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરાતા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી. બ્રેઈનડેડ દીકરીના અંગોનું દાન કરવાનું પરિવારે નક્કી કર્યું હતું. 12 વર્ષની દીકરીના કિડની,લિવર અને ચક્ષુઓનું દાન કરાતાં પાંચ વ્યક્તિને નવું જીવન મળ્યું છે. સુરતથી પ્રથમ વખત ગ્રામ્ય અને શહેરના પોલીસ સ્ટેશનની મદદથી 2.55 કલાકમાં 260 કિમીનું અંતર કાપીને કીડની લિવરને અમદાવાદ પહોંચાડાયા હતાં.

ચોથા માળેથી પડતાં મગજમાં ફ્રેકચર થયેલું

મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકના સારીંગપુર ગામના વતની ભરતભાઈ રાજાભાઈ માંગુકીયાને ત્રણ સંતાનો પૈકી 12 વર્ષની એશા વચેટ હતી. એશા 9મી માર્ચના રોજ સ્કૂલેથી આવ્યા પછી પોતાની સહેલીઓ સાથે સાંજે સવા છ રમતા રમતા ચોથા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થતા બેભાન થઇ ગઈ હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક પી.પી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન કરાવતા મગજમાં ફ્રેકચર અને તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. તેથી વધુ સારવાર માટે યેશાને વિનસ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડૉ.ધવલ પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવી. જ્યાં તેને બ્રેનડેડ જાહેર કરાઈ હતી.

પરિવાર અંગદાન માટે સહમત થયું

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી યેશાની પિતરાઈ બેન અવની સાથે રહી યેશાના માતા-પિતા ભરતભાઈ અને સંગીતાબેન, મોટા પપ્પા રસીકભાઈ, પિતરાઈ ભાઈ હાર્દિક તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું હતું. જેથી પરિવાર અંગદાન માટે સહમત થયું હતું. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર પ્રિયા શાહનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું. અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ના ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું.

કિડની માટે 260 કિમીનો કોરીડોર કરાયો

યેશાની બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.સુરતની વિનસ હોસ્પિટલથી અમદાવાદ સુધીના 260 કિમીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.સુરતથી કિડની માટે સૌપ્રથમવાર આ રીતે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

અમારી ભાવના અધૂરી રહી ગઇ

યેશાના મોટા પપ્પા રસીકભાઈએ જણાવ્યું હતું કે દીકરીના અંગદાનથી
કોઈને જીવન મળે માટે ઑર્ગન ડોનેશન માટે તૈયાર થયા. દીકરીનું હૃદય પણ કોઈકમાં ટ્રાન્સપ્લાન્ટ થવાનું હતું પરંતુ ફ્લાઈટની ખામીથી શક્ય ન થયું . દીકરીના હૃદયથી કોઈકને નવું જીવન મળશે તેવી અમારી ભાવના અધુરી રહી ગઈ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો