કોરોનાથી પિતાનું મોત થતાં અને માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 11 વર્ષનો છોકરો 10 દિવસ ઘરમાં એકલો રહ્યો

કોરોનાથી પિતાનું મોત થતાં અને માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 11 વર્ષના દીકરાને 10 દિવસ ઘરે એકલા રહેવું પડ્યું હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના ગોરેગાંવ વિસ્તારની આ ઘટનામાં 11 વર્ષના છોકરા હર્શિલ સિંઘના પિતા સુરેન્દ્રસિંહનું એક ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. મોત બાદ તેમનો કોરોના રિપોર્ટ આવ્યો હતો, જે પોઝિટિવ હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હર્ષિલની માતા એક તરફ પતિના મોતનો આંચકો સહન કરી રહી હતી ત્યાં તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સરકારી ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં ખસેડાયા હતા. જોકે, 11 વર્ષના હર્ષિલનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને ઘરમાં જ રાખવામાં આવ્યો હતો. હર્ષિલની માતા ઘરે ના આવી ના આવી ત્યાં સુધી 10 દિવસ તે એકલો રહ્યો હતો, અને પાડોશીઓ તેને જમવાનું આપી જતા હતા.

પરિવાર સાથે જે થયું તેનું ચોંકી જવાય તેવું વર્ણન આપતા હર્ષિલે કહ્યું હતું કે, તેના પિતાને 10 એપ્રિલે શરદી અને તાવ આવવાના શરુ થયા હતા. તેઓ સતત ઉધરસ ખાતા રહેતા હતા. એક દિવસ તેમને ઉલ્ટી થઈ હતી, અને તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. બસ, પછી તેણે તેમને જોયા જ નહી, અને એક દિવસ અચાનક તેમના મોતની ખબર આવી હતી.

આ કપરા સમયમાં હર્ષિલના ફ્લેટની ઉપર જ રહેતા તેમના પાડોશી મદદે આવ્યા હતા. તેઓ જ તેના પિતાને હોસ્પિટલ લઈ ગયા હતા, તેમજ તેની માતાને ક્વોરન્ટાઈન સેન્ટરમાં લઈ જવાઈ ત્યારે હર્ષિલના ખાવા-પીવાનું બધું ધ્યાન રાખ્યું હતું. હર્ષિલના પરિવારમાં બે લોકો પોઝિટિવ આવ્યા હોવાથી આસપાસના લોકો તેને મદદ કરવામાં પણ ડરતા હતા, તેવા સમયે તેના જ ફ્લેટમાં રહેતા પૂર્વ નેવી ઓફિસર તેની મદદે આવ્યા હતા.

જોકે, હર્ષિલના પિતાનું મોત થયું ત્યારે હોસ્પિટલે તેમનો રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવાને બદલે પાડોશીને તેમનો મૃતદેહ સોંપી દીધો હતો. પાડોશીએ જ તેમની અંતિમ વિધિ કરી હતી, અને ત્યારબાદ મૃતકનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે તેઓ ક્વોરન્ટાઈન થયા છે. સદ્દનસીબે હર્ષિલના પિતાને હોસ્પિટલ લઈ જનારા, તેમના અંતિમ સંસ્કાર કરનારા અને હાલ હર્ષિલને મદદ કરનારા પાડોશીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ઘરમાં એકલા જ રહેતા હર્ષિલ માટે દિવસનો સમય પસાર કરવો ખાસ મુશ્કેલ નથી હોતો. જોકે, રાતના અંધારામાં તે ડરે નહીં તે માટે તેના બેંગલુરુ તેમજ બિહારમાં રહેતા કઝીન તેને વારંવાર વિડીયો કોલ કરતા રહે છે. ઉપરના ફ્લેટમાં રહેતા પાડોશી પણ દર બે કલાકે હર્ષિલને ફોન કરીને તેણે જમી લીધું કે નહીં, તે નાહ્યો કે નહીં તેમજ તેને બીજી કોઈ તકલીફ છે કે તેમ તેની સતત પૃચ્છા કરતા રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો