નાના બાળકો જ્યારે રમતાં હોય ત્યારે તેમનાં પર ખાસ નજર રાખવી જરૂરી છે. કેમ કે, રમત રમતમાં બાળકને ધ્યાન ન હોય અને તે મોટી મુસિબતમાં ફસાઈ શકે છે. આવો જ એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે. જેમાં રમત રમતમાં એક વર્ષની બાળકીનું માથું કૂકરમાં ફસાઈ ગયું હતું. જે બાદ સર ટી હોસ્પિટલનાં ડોક્ટરોએ મહામહેનતે માથું બહાર કાઢ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ભાવનગરની પિછલા શેરીમાં રહેતા 1 વર્ષીય પ્રિયાંશી ધાર્મિકભાઈ વાળા ઘરમાં રમતા-રમતાં તેનું માથું કૂકરમાં ફસાઈ ગયું હતું. કૂકરમાં માથું ફસાઈ જતાં માતાપિતા પણ મુંઝવણમાં મુકાયા હતા. બાળકીનું માથું બહાર કાઢવા માટે બંને જણાએ ધણા પ્રય્તનો કર્યા. તેમ છતાં બાળકનું માથું કૂકરમાંથી બહાર નીકળી શક્યું ન હતું. જે બાદ બાળકીને તાત્કાલિક સર ટી હોસ્પિટલ લાવવામાં આવી હતી.
સર ટી. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર હાર્દિક ગાથાણીએ કહ્યું કે, ‘અંતે અમે વાસણની દુકાન ધરાવતા એક વ્યક્તિને બોલાવ્યો હતો. તે કટર લઈને આવ્યો હતો અને તેની મદદથી કૂકર તોડીને બાળકીનું માથું બહાર કઢાયું હતું. પરિવારના સભ્યોએ કહ્યું કે, તેમણે ઘરે ઘણા પ્રયાસો કર્યા હતા, આ દરમિયાન તેને કપાળના ભાગમાં ઈજા પહોંચતા સોજો આવી ગયો હતો’.
સર ટી હોસ્પિટલમાં ફરજ પરના બાળરોગના ડોકટર, ઓર્થોપેડિક વિભાગના ડોકટર અને નર્સિંગ સ્ટાફે મહા મહેનત તે બાળકના માથામાંથી કુકર કાઢવામાં સફળ રહ્યા હતા, આ દરમ્યાન બાળરોગ વિભાગના ડોકટર દ્વારા બાળકના વાયટલસ જેવાં કે પલ્સ, ઓકસીજન લેવલ તમામનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. સર ટી. હોસ્પિટલના ડોકટરોની મહેનત રંગ લાવી અને બાળકીનું માથું બહાર કાઢવામાં સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..