બે મહિનામાં વિદેશથી ભારત આવેલા 15 લાખ લોકો પર નજર ન રાખી, જેથી કોરોનાનું જોખમ વધ્યું

છેલ્લા 2 મહિનામાં વિદેશથી 15 લાખથી વધુ લોકો ભારત આવ્યા પણ તેમની તપાસમાં બેદરકારી રખાઇ. તેના કારણે દેશમાં કોરોના વાઇરસ (કોવિડ-19)નો ચેપ રોકવાના પ્રયાસો સામે ગંભીર જોખમ ઊભું થયું છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પાઠવેલા પત્રમાં આમ જણાવ્યું છે. પત્રમાં લખ્યું છે કે આ વર્ષે 18 જાન્યુઆરીથી 23 માર્ચ દરમિયાન વિદેશથી 15 લાખથી વધુ લોકો ભારત આવ્યા.

વિદેશથી આવેલા ઘણા લોકો તપાસમાં કોરોના પોઝિટિવ જણાયા

બ્યૂરો ઓફ ઇમિગ્રેશન અને આરોગ્ય મંત્રાલયે રાજ્યોને જાણ કરીને આ લોકો પર નજર રાખવા કહ્યું હતું. રાજ્ય સરકારો વિદેશથી આવેલા જેટલા લોકો પર નજર રાખી રહી છે અને બ્યૂરોએ જે સંખ્યા જણાવી છે તે બંને વચ્ચે ઘણો તફાવત છે. વિદેશથી આવેલા ઘણા લોકો તપાસમાં કોરોના પોઝિટિવ જણાયા છે. રાજ્યો તત્કાળ આ દિશામાં પગલાં લે અને જિલ્લા સ્તરે તંત્રને સક્રિય કરે. બીજી તરફ આરોગ્ય મંત્રાલયે પણ કહ્યું છે કે હજુ 1,87,904 લોકો સર્વેલન્સમાં છે અને 35 હજારથી વધુ લોકો 28 દિવસનું ક્વોરેન્ટાઇન પૂર્ણ કરી ચૂક્યા છે. વિદેશથી આવેલા અન્ય લોકો અંગે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ કોઇ જવાબ આપ્યો નથી.

લોકોને ખબર પણ નહોતી કે કોરોના આટલો ફેલાશે

નીતિ પંચના સીઇઓ અમિતાભ કાંતે કહ્યું કે આ બહુ શરૂઆતની વાત છે. ત્યારે લોકોને ખબર પણ નહોતી કે કોરોના આટલો ફેલાશે. જોકે, સૌને સેલ્ફ ક્વોરેન્ટાઇન રહેવા સલાહ આપી હતી. કેટલાક રાજ્યોએ સારું કામ કર્યું અને કેન્દ્ર સરકારે કડક પગલાં ભર્યા છે.

સિસ્ટમની બેદરકારીની કિંમત તો ચૂકવવી જ પડશે

એઇમ્સના પૂર્વ ડાયરેક્ટર ડૉ. એમ. સી. મિશ્રાએ જણાવ્યું હતું કે, સિસ્ટમની ઘોર બેદરકારીની કિંમત ચૂકવવી પડશે. ભારતમાં ફાસ્ટ ડાયગ્નોસ્ટિક કિટ નથી. તેનાથી 30 મિનિટમાં રિપોર્ટ મળી જાય છે. તે પછી ચેપગ્રસ્તોની સારવાર કરી શકાય છે. વાઇરસ ફેલાઇ ચૂક્યો છે, જેથી તપાસ ખૂબ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો