Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉજવાયો “પતંગોત્સવ”

તા.૧૪,રાજકોટ: રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉતરાયણ નિમિતે રાજકોટની સેવાભાવી સંસ્થા “સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકો સાથે પતંગોત્સવ ઉજવવાનું આયોજન કરી સામાજીક સેવામાં એક નવી જ પહેલ કરવામાં આવી હતી. કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલ તથા કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત […]

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ -સુરત દ્વારા 60 વિધવા બહેનોને 1૦૦૦૦ લેખે રૂ. છ લાખની સહાય અર્પણ કરી

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત આયોજીત આગામી ૫૯ માં સમુહ લગ્નનું પ્રથમ ચરણ. વાલી મિટીંગ અને વિધવા સહાય કાર્યક્રમ. ૬૦ ગં. સ્વ. બહેનોને રૂ. ૧૦૦૦૦/૦૦ લેખે રૂ. છ લાખ અર્પણ. તા. ૦૯/૦૧/૨૦૧૮ મંગળવાર. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ -સુરત દ્વારા ૫૯ માં સમુહ લગ્નનું તા. ૨૮/૦૧/૨૦૧૮ રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે..

અમેરિકામાં 1300 કરોડનું દાન કરનાર આ પટેલ વડોદરા પાસે બનાવશે યૂનિવર્સિટી

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં આફ્રિકાના ઝામ્બિયામાં જન્મેલા અને મૂળ વડોદરા જિલ્લાના મોટા ફોફળિયાના વતની ડો.કિરણ પટેલે ગુજરાતમાં યૂનિવર્સિટી શરૂ કરવાની પોતાની ઇચ્છા દર્શાવી છે. તેમણે જણાવ્યું કે પોતાના ગામમાં સ્કૂલો, યૂનિવર્સિટી શરૂ કરવી છે. વડોદરાના હરવણ પાસે 100 એકર (220 વીઘા) જમીન લીધી છે જેની પર ટૂંક સમયમાં યૂનિવર્સિટીનું કામ શરૂ થશે. તેમણે વધુમાં કહ્યું […]

પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા વધુ 251 દીકરીઓના લગ્ન યોજાયા

સુરતઃ પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા વધુ 251 દીકરીઓના લગ્ન યોજાયા છે. ગત રોજ જનનીધામનું ભૂમિપૂજન અને બે એચઆઈવી પોઝિટીવ દીકરીઓના એન્ગેજમેન્ટ કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં નવો ચિલો ચિતરવા આવ્યો છે. જેમાં દુલ્હાની જેમ દુલ્હનની એન્ટ્રી થઈ હતી અને મંડપમાં તેનું પૂજન પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. નિકાહ, ખ્રીસ્તી લગ્ન સાથે […]

સુરતમાં HIV ગ્રસ્ત બાળકો માટે મમતાનુધામ – જનનીધામનું થયું ભૂમિ પૂજન

સુરતઃ કામરેજ નજીક આવેલા આંબોલી ગામે એચઆઈવીગ્રસ્ત બાળકો માટે સુવિધાઓથી સજ્જ નવું મકાન બનાવાય રહ્યું છે. જનનીધામમાં જીએસએનપી પ્લસ દ્વારા એચઆઈવી ગ્રસ્ત 65 અનાથ દીકરીઓને જનનીધામ છેલ્લા ચાર વર્ષથી મમતાનું ઘર બની એમના જીવનમાં હૂંફ અને પ્રેમ આપી રહ્યું છે. પરંતુ દીકરાઓ માટે આ પ્રકારનું નવું મકાન બનાવવાનું અનોખું પ્રયાણ પીપી સવણી ગ્રુપ દ્વારા કરવામાં […]

પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા 24 ડિસેમ્બરે વધુ 251 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે

પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા 24 ડિસેમ્બરે વધુ 251 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ પ્રસંગે 23મીએ જનનીધામનું ભૂમિપૂજન અને બે એચઆઈવી પોઝિટીવ દીકરીઓના એન્ગેજમેન્ટ કરાશે.આ સમૂહ લગ્નમાં નવો ચિલો ચિતરવા જઈ રહ્યો છે. જેમાં દુલ્હાની જેમ દુલ્હનની એન્ટ્રી થશે અને મંડપમાં તેનું પૂજન પરિવાર દ્વારા કરવામાં આવશે. નિકાહ, ખ્રીસ્તી લગ્ન સાથે હિન્દુ લગ્ન […]

સમસ્ત પટેલ સમાજનું ગૌરવ કિરણ હોસ્પિટલ સુરત

કતારગામ વિસ્તારમાં પાટીદાર સમાજ દ્વારા દેશની અતિ આધુનિક સવલતોથી સજ્જ કિરણ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 500 કરોડથી વધુ ખર્ચે ઈન્ટરનેશનલ લેવલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. 59 મીટરની હાઈટ સાથે 13 માળ અને હેલિપેડ ધરાવતી કિરણ હોસ્પિટલ આગામી સમયમાં સુરતની ઓળખ બનીને રહેશે. કતારગામ વિસ્તારમાં 500 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલી કિરણ […]

એક અનાથ દીકરી ની જવાબદારી ઉપાડતા મહેશભાઈ સવાણી 

જન્મથી જ કચરાપેટી માં ફેકી દેવામા આવેલી નાજુક એવી ભુમી મદ્રેસા પાસે બગોદરા ગામની કચરાપેટી માંથી મળી આવેલ હતી. આ અનાથ દીકરી ની જવાબદારી પી. પી. સવાણી ગૃપના મહેશભાઈ સવાણી એ ઉપાડેલ છે.. તો આવા ઉમદા કાર્ય માટે મહેશભાઈ ને લાખો વાર વંદન છે..

વૃદ્ધોને ઘરે ભોજન કરાવતા શ્રવણ ટીફીનમાં સેવા આપતા લેઉવા પટેલના દિકરાઓને ખૂબ ખૂબ ધન્યવાદ

” જન સેવા એજ પ્રભુ સેવા ” આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત, સંચાલિત “શ્રી શ્રવણ ટીફીન સેવા” સુરત મા છેલ્લા 2 વર્ષ થી નિસ્વાર્થ સેવા ચલાવી રહયુ છે, હાલ આ સેવા સુરત ના વરાછા , કતારગામ , અમરોલી , વેડરોડ , ડભોલી , રામપુરા , લાલ દરવાજા તથા આ વિસ્તાર ને લગતા આજુબાજુ ના વિસ્તારો […]

જરૂરીયાતમંદ બહેનોનાં જીવન નિર્વાહ માટે લેઉવા પટેલ સમાજે કર્યું આયોજન

ભલગામ ગામે જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા નિ:શુલ્ક સિલાઇ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા નિ:શુલ્ક સિલાઇ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટા ભલગામ ઉપરાંત સુડાવડ, શાપર, લુંધીયા, કડાયા, ઝાંઝેસર, નાની પીંડાખાઇ, વિરપુર (શેખવા) અને લેરીયા ગામની લેઉવા પટેલ સમાજની 24 […]