Browsing category

સમાચાર

સૌર ઉર્જા ઉત્પન્ન કરો અને વધારાની વીજળી વેચો, સરકાર 2.25 રૂ. પ્રતિ યુનિટના દરે ખરીદશે વીજળી

ગ્રીન એનર્જી–ક્લિન એનર્જીથી પર્યાવરણ રક્ષા અને પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે ગુજરાતે એક આગવી પહેલ કરતા સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના શરૂ કરી છે. આ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી ‘સૂર્યઊર્જા રૂફટોપ–સોલાર એનર્જી રૂફટોપ’ યોજનાની વિગતો આપી હતી. ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, આ […]

હિંમતનગરમાં પોલીસ બની ત્યજાયેલા બાળકની વાલી, અમદાવાદમાં કરાવશે શ્વાસનળીની સર્જરી, માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

તાજેતરમાં જ વડોદરામાં આવેલા પૂરમાં પીએસઆઈ ગોવિંદ ચાવડાએ એક બાળકને વાસુદેવ બનીને સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી. હવે હિંમતનગર શહેર પોલીસ પણ યશોદા બની બાળકનું સારવારનું સરાહનીય કામ કરી રહી છે. બાળકને શ્વાસનળીની સર્જરીની જરૂર હોવાથી અમદાવાદમાં સારવાર કરાવશે. સોશિયલ મીડિયામાં હાલ ટ્રાફિક રૂલ્સના કારણે પ્રજાના નિશાને પોલીસ છે. ત્યારે પ્રજા વચ્ચે પોલીસે સંવેદનાના સંબંધોમાં પણ […]

વિક્રમ લેન્ડરને કોઇ નુકશાન થયું નથી, ચંદ્ર પર સુરક્ષિત છે વિક્રમ લેન્ડર, તેની સાથે સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે: ISRO

ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમને લઇે એક મોટા સમાચાર મળ્યા છે. ઇસરો મુજબ વિક્રમ સુરક્ષિત છે અને કોઇપણ પ્રકારનું ડેમેજ થયું નથી. ઇસરોના અધિકારીએ કહ્યું કે અમે લેન્ડરની સાથે સંચારને ફરી સ્થાપિત કરવાનો તમામ રીતે પ્રયાસ કરી રહ્યા છીએ. ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના પડવાથી ઈસરોમાં હજી પણ નિરાશા નથી છવાઈ. જોકે વિક્રમ લેન્ડર તેના નક્કી […]

બોડેલીના યુવકનું અકસ્માતમાં બ્રેઇનડેડ થતાં પરીવારજનોએ અંગોનું દાન કર્યું, 3 લોકોને મળ્યું નવજીવન

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા બાદ યુવક શહેરની હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેના પરિવારજનોએ અંગદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો અને તેના એક યકૃત (લીવર) અને બે કીડનીથી ત્રણ બાળકોને નવજીવન મળ્યું હતું. બોડેલીના અનિરુદ્ધસિંહ પરમાર ( ઉવ.24) ગત 1લી સપ્ટેમ્બરે ફોર વ્હીલરમાં જંબુગામથી બોડેલી તરફ આવી રહ્યાં હતા ત્યારે કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતાં […]

ખેડૂતના દીકરાએ 10 લાખના ખર્ચે ઘરે જ બનાવ્યું હેલિકોપ્ટર, એક વ્યક્તિ કરી શકે છે સફર

રાજસ્થાનના દૌસા જિલ્લાના બાંદીકુઈ ઉપખંડના આભાનેરી પાસે ઝુપડીન નામના એક ગામમાં ખેડૂતના દીકરા ચેતરામ ગુર્જરે ઘરે જ હેલિકોપ્ટર બનાવીને કમાલ કરી બતાવ્યો. આ હેલિકોપ્ટર જોવા લોકોની ભીડ ઉમટી પડી છે. ચેતારામ ગુર્જર અભ્યાસ કરતો હતો ત્યારથી જ કંઈક હટકે કરવાનું સપનું હતું. તે આઈઆઈટીની ડિગ્રી લઈ રહ્યો હતો, ત્યારે ચેતરામને લાગ્યું કે તે વિશેષ હેલિકોપ્ટર […]

હાડકાંની ગંભીર બીમારીથી પીડાતો સુરતના કીમનો નવ વર્ષીય પ્રિન્સ ગીતાના પાંચ અધ્યાય બોલે છે મોંઢે

કીમમાં રહેતો 9 વર્ષીય પ્રિન્સ સ્કેલેટલ ડિસ્પ્લેસિયા નામની જન્મજાત બીમારી પીડાય છે. પ્રિન્સને ગંભીર બીમારી હોવા છતાં અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યો છે. અભ્યાસની અદભુત લગની વચ્ચે ત્રણ વર્ષ ઘરેજ માતાએ શિક્ષણ આપ્યુંને હવે કીમની શાળામાં એડમિશન લઈ આચાર્યની ઓફિસમાં સેટી પર સુતા સુતા ધોરણ 4માં અભ્યાસ કરી રહ્યો છે. હાડકા તૂટી જવાની ગંભીર બીમારી […]

ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમની સ્થિતી અંગેની જાણકારી મળી, ઓર્બિટરે તસવીરો લીધી; સંપર્ક કરવાના પ્રયાસ ચાલુઃસિવન

ISROને ચંદ્ર પર વિક્રમ લેન્ડરની સ્થિતી અંગે ભાળ મળી ગઈ છે. ઓર્બિટરે થર્મલ ઈમેજ કેમેરા દ્વારા તેની તસવીર લીધી છે. પરંતુ હજું તેનાથી કોઇ સંપર્ક થઇ શક્યો નથી. મળતી માહિતી પ્રમાણે, વિક્રમ લેન્ડર લેન્ડીંગની જગ્યાથી 500 મીટર દૂર લેન્ડ થયું છે. ચંદ્રયાન -2ના ઓર્બિટરમનાં લાગેલા ઓપ્ટિકલ હાઈ રિઝોલ્યુશન કેમેરાએ વિક્રમ લેન્ડરની તસવીર લીધી છે. 7મી […]

જો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ નાગરિકો દંડ ભરે તો તંત્રએ પણ તેમની ભૂલ બદલ દંડ ભરવો જ રહ્યો

એકબાજુ રાજ્ય સરકારે ટ્રાફિકના નિયમો સહિત મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત નિયમોના ભંગ કરવા બદલ થતા દંડમાં હજારો રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસે રાજ્ય સરકારને પત્ર લખી સ્થાનિક તંત્ર સામે પણ દંડની જોગવાઈ કરવાની માગ કરી છે. સરકાર દંડના નામે નાગરિકો પાસેથી હજારો રૂપિયાનું ઉઘરાણું કરે છે, જ્યારે તે દંડનો ઉપયોગ પ્રજાના કામોમાં […]

લાઇસન્સ કઢાવા માટે હવે શૈક્ષણિક લાયકાતની જરૂર નહીં પડે, અભણ પણ ટ્રક-બસ-ટ્રેલર જેવા હેવી વાહનોનાં લાઇસન્સ કઢાવી શકશે

ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા માટે અત્યાર સુધી જુદા જુદા શૈક્ષણિક પુરાવાઓ આપવા પડતા હતા. ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટે અત્યાર સુધી 8 ધોરણ પાસ ફરજિયાત હોવાનો નિયમ અમલી હતો એવી જ રીતે જુદા જુદા પ્રકારના લાઇસન્સ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન નક્કી કરાયેલું હતું પરંતુ દેશમાં રોજગારીની તકો વધારવા અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પડેલી લાખો ડ્રાઈવરોની અછતને પહોંચી વળવા કેન્દ્ર […]

ભૂદાન હેઠળની જમીન ગરીબો માટે દાનમાં અપાઈ હતી, તેને વેચી શકાય નહીં, ભૂતકાળમાં થયેલા આવા તમામ સોદા થશે રદ : ગુજરાત હાઈકોર્ટ

ભૂદાનયજ્ઞમાં દાનમાં અપાયેલી જમીનને વેચી શકાય નહીં તેવો શકવર્તી ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે ચોખવટ કરી છે કે, ભૂદાન યજ્ઞ એ સમાજના સર્વાંગી કલ્યાણના ઉદ્દેશ માટે હાથ ધરાયેલી ચળવળ હતી. તેમાં દાનમાં અપાયેલી જમીનને બારોબાર વેચી મારીને તે કલ્યાણકારી ઉદ્દેશને વેડફી શકાય નહીં. એટલું જ નહીં, ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે શુક્રવારે આ ચુકાદો આપતા જમીન વિહોણા ગરીબો […]