ટ્રાફિકના કાયદાનો વિરોધ, ‘સરકારના ત્રાસથી આ ગાડીએ આત્મહત્યા કરેલ છે’, અમરેલી BJPનાં નેતાએ નવા ટ્રાફિક દંડને અમાનવીય ગણાવ્યો
ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ મુજબ લોકોને લાખો રૂપિયાનો દંડ ભરવો પડી રહ્યો છે. રાજ્યમાં આ કાયદાનો 50 સુધારા સાથે 16મી સપ્ટેમ્બરથી અમલ થશે. ત્યારે આ કાયદાના વિરોધમાં જામનગરના સામાજિક કાર્યકરે અનોખો કાર્યક્રમ કર્યો હતો. સામાજિક કાર્યકર નિમેષ સિમરીયાએ બાઇકને સફેદ કપડું ઓઢાડી ફૂલહાર કરી અને પાટિયું માર્યુ હતું […]