કેન્દ્ર સરકાર સામે લડી લેવાના મૂડમાં ખેડૂતો, 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન

કેન્દ્ર સરકાર (Central Government) અને ખેડૂતો (Farmers)ની વચ્ચે નવા કૃષિ કાયદાઓ (Farmers Bill 2020) પર સહમતિ બની રહી નથી. આ દરમિયાન ખેડૂતોએ કેન્દ્ર પર દબાવ વધારવા માટે આંદોલન (Movement) તેજ કરવાનું મન બનાવી લીધું છે. ખેડૂતોનું કહેવું છે કે જો કેન્દ્ર સરકારે તેમની માંગ ના માની તો 8 ડિસેમ્બરના ભારત બંધ કરવામાં આવશે. તો ખેડૂત નેતા હરવિંદર સિંહ લખોવાલે (Harinder Singh Lakhowal)કહ્યું કે, દિલ્હીના બાકીના રસ્તાઓ પર પણ અડચણ પેદા કરવાની યોજના બનાવી છે.

26 જાન્યુઆરી પરેડમાં ખેડૂતોને સામેલ કરવાની માંગ

દિલ્હી-ગાઝિયાબાદ બૉર્ડર પર પ્રદર્શનની આગેવાની કરી રહેલા રાકેશ ટિકૈતે 8 તારીખના ભારત બંધનું આહ્વાન કરતા ગણતંત્ર પરેડમાં ખેડૂતોની ભાગેદારીની માંગ કરી. તેમણે કહ્યું કે, “8 તારીખના સંપૂર્ણ ભારત બંધ રહેશે. આ વખતે 26 જાન્યુઆરી પરેડમાં ખેડૂતોની આખી સિસ્ટમને સામેલ કરવામાં આવે. ટ્રેક્ટર હંમેશા ઉબડ-ખાબડ રસ્તાઓ પર જ ચાલ્યું છે. તેને પણ રાજપથના મખમલના રસ્તા પર ચાલવાની તક મળે.”

શું આ ફક્ત પંજાબનું આંદોલન?

બીજી તરફ સિંધુ બૉર્ડર પર અખિલ ભારતીય કિસાન સભાના મહાસચિવ હન્નાન મોલ્લાહે સ્પષ્ટ કહ્યું કે, ભારત સરકારના કોઈ પણ સંશોધનને સ્વીકાર નહીં કરવામાં આવે. તેમણે ખેડૂત આંદોલનને ફક્ત પંજાબનું આંદોલન કહેવા પર રોષ પ્રકટ કર્યો. મોલ્લાહે કહ્યું કે, “આને ફક્ત પંજાબ આંદોલન કહેવું સરકારનું ષડયંત્ર છે, પરંતુ આજે ખેડૂતોએ બતાવ્યું કે આંદોલન આખા ભારતમાં થઈ રહ્યું છે અને આગળ પણ થશે. અમે નક્કી કર્યું છે કે જો સરકાર કાલે કોઈ સંશોધન રાખશે તો અમે સંશોધન સ્વીકાર નહીં કરીએ.”

5 ડિસેમ્બરના મોદી સરકાર અને કૉર્પોરેટ કંપનીઓના પૂતળા ફૂંકવામાં આવશે. 7 તારીખના તમામ વીર પોતાના મેડલ પાછા આપશે. 8 તારીખના અમે ભારત બંધનું આહ્વાન કર્યું છે, તેમજ એક દિવસ માટે તમામ ટોલ પ્લાઝા ફ્રી કરી દેવામાં આવશે. ભારતીય કિસાન યૂનિયનના મહાસચિવ એચએસ લખોવાલે કહ્યું કે, કાલની બેઠકમાં અમે સરકારને કહ્યું કે, કૃષિ કાયદાને પાછા લેવામાં આવવા જોઇએ. બીજી તરફ ખેડૂત આંદોલનને જોતા દિલ્હી પોલીસે ટ્રાફિકના તમામ રૂટ ડાયવર્ટ કર્યા છે. તો હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ રાજ્યપાલનને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો