Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

રાજકોટમાં સેવાથી ચાલતી અનોખી ‘ઝૂંપડપટ્ટી શાળા’: 570 ગરીબ બાળકોને ભણતરથી લઈને ભોજન પણ અપાય છે

ગરીબ અને તરછોડાયેલા બાળકોને પાયાના શિક્ષણથી લઈ તમામ વ્યવસ્થા પ્રજ્ઞા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઝૂંપડપટ્ટીના બાળકો અભ્યાસથી અળગા ન રહે તેવા ઉમદા વિચાર સાથે 2002થી રોપાયેલું આ સેવાનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. હાલ ઝૂંપડપટ્ટીના 570 બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

ઉપલેટામાં ભૂખ્યાની આંતરડી ઠારતું દંપતી: સરકારી નોકરી છોડી પત્ની સાથે સખાવત આદરી, 30 વર્ષથી ચલાવે છે અન્નક્ષેત્ર

“હું નાનો હતો ત્યારથી જ મારાથી લોકોની પીડા જોવાતી નહોતી. મને સતત થતું કે હું આ લોકોની પીડા કેવી રીતે દૂર કરી શકું? આ જ વિચારે શક્ય એટલી મદદ કરવાનું શરૂ કર્યું. લગ્ન બાદ અમે પતિ-પત્નીએ લોકસેવા કરવા નિઃસંતાન રહેવાનો નિર્ણય લીધો. આ બધા કાર્ય કરવાની અમારી કોઈ શક્તિ નથી, પણ દેવોના દેવ મહાદેવ તથા […]

મહામારીના સમયમાં પણ મહેસાણાના ENT સર્જન ડૉ.નિર્ભય દેસાઇ અને તેમની ટીમ કોરોના દર્દીઓની વિનામૂલ્યે સેવા કરીને માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે

માનવતા મરી પરવારી નથી તેનું ઉદાહરણ મહેસાણાના ખાનગી ડોક્ટરો બન્યાં છે. કોરોના અને બ્લેક ફંગસના વધતા જતા કેસોના સમયમાં દર્દીને આ ડોક્ટરો ભગવાન જેવા લાગી રહ્યાં છે. શહેરોમાં એક તરફ ખાનગી ડોક્ટરો દર્દીઓને લૂંટવાનું બાકી રાખતા નથી ત્યારે આ ડોક્ટરોએ કોરોના દર્દીઓની વિનામૂલ્યે સેવા કરવાનું બીડું ઉપાડી માનવતાની મહેક પ્રસરાવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

મોરબીમાં મુસ્લિમ મહિલાએ સિવિલમાં દિવસ-રાત દર્દીઓની સેવા કરી માનવતા મહેકાવી: કોરોનાકાળમાં 2800થી વધુ મૃતદેહોને અંતિમવિધિ માટે તૈયાર કર્યા

કોરોના કાળમાં ક્યાંક માનવતાને શર્મસાર કરતા કિસ્સા જોવા મળ્યા તો ક્યાંક માનવતા માટે ગૌરવ થાય એવા કિસ્સા પણ જોવા મળ્યા. આવો જ એક કિસ્સો મોરબી જિલ્લામાં જોવા મળ્યો છે, જેમાં અત્યંત ગરીબ પરિવારની એક મુસ્લિમ મહિલાએ કોરોના ભૂલીને મોરબીની સિવિલ હોસ્પિટલમાં એવી સેવા બજાવી છે કે લોકોને મધર ટેરેસાની યાદ આવી જાય. આ મહિલા એટલે […]

સેવા પરમો ધર્મને સાર્થક કરતો કચ્છનો ચારણ પરિવાર, રોજ 200 ઘઉંના રોટલા અને રબડી બનાવીને વગડામાં શ્વાનોને પીરસવા જાય છે

માંડવી તાલુકાના કાઠડા ગામનો ચારણ પરિવાર છેલ્લા દોઢ દાયકાથી શ્વાનોની સેવામાં એટલો તલ્લીન છે કે દર માસે 6000 રોટલા અને 180 કિલો રબડી બનાવીને પોતાના હાથે વન વગડામાં સવાર-સાંજ નિત્યક્રમ પીરસે છે. આ સેવાકાર્ય કોરોનાની પરિસ્થિતિમાં પણ અવિરત ચાલુ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો સવારે […]

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કોરોના મહામારી અને તાઉ-તે વાવાઝોડામાં અસરગ્રસ્ત 600 પરિવાર માટે એક મહિનો ચાલે તેવી રાશન કીટ તૈયાર કરી, વિતરણ શરૂ કર્યું

હાલ કોરોના મહામારી અને તાઉ-તે વાવાઝોડાએ અનેક પરિવારને અસર પહોંચાડી છે. આવા પરિવારો માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ મદદ કરવાની અપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. રિવાબાએ આવા 600 પરિવાર માટે એક મહિનો ચાલે તેવી રાશન કીટ તૈયાર કરી છે. જેમાં 200 પરિવારને રાશન કીટ અપાય ચૂકી છે અને બીજા પરિવારોમાં રાશન […]

ગાંધીનગરમાં ‘રાધે રાધે’ પરિવાર દ્વારા હોમ ક્વોરેન્ટાઈન માટે ફ્રી ટિફીન સેવા શરૂ, દરરોજ 500 લોકોને બપોર અને સાંજે વિનામૂલ્યે ભોજન પહોંચડવામાં આવે છે

ગાંધીનગરમાં રાધે રાધે પરિવાર દ્વારા સેક્ટર 1થી 30માં હોમ ક્વોરેન્ટાઈન પરિવાર માટે શનિવારથી ફ્રી ટિફીન સેવા શરૂ કરવામાં આવી છે. હાલ કોરોના સંક્રમણ વધતાં અમુક કિસ્સાઓમાં પરિવારના તમામ સભ્યો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે સૌથી વધારે સમસ્યા જમવાની હોય છે. ત્યારે ગાંધીનગરના રાધે રાધે પરિવારે હોમ ક્વોરેન્ટાઈનમાં રહેતા લોકો માટે સેવા શરૂ કરી છે. […]

રાજકોટના સાથી સેવા ગ્રુપની પ્રશંસનીય કામગીરી, 300 કિલો વજન ધરાવતી મહિલાનું શરીર સડી ગયું, પતિ દુબઇમાં, હોસ્પિટલ ખસેડાયા

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેનનું વજન 300 કિલો આસપાસ હોવાને કારણે હરીફરી શકતા ન હતા. છેલ્લા 15થી 20 દિવસથી એક જ રૂમમાં રહેતા હતા. તેમનું શરીર સડી જવાને કારણે તેઓ અસહ્ય પીડા સહન કરી રહ્યાં હતા. પરંતુ સરલાબેનની મદદે રાજકોટનું સાથી સેવા ગ્રુપ આવ્યું હતું. સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ તેમના ઘરે […]

બાળપણ આખું લોટ માગીને વિતાવનાર મોરબીના નિવૃત્ત રેલકર્મચારી હવે 48 હજારનું પોતાનું આખું પેન્શન ગરીબોને જમાડવામાં વાપરી નાખે છે

‘અન્નદાન એ મહાદાન’ ઉક્તિ તો સાચી છે, પરંતુ મોરબીમાં એક એવા સેવક રહે છે, જેમણે પોતે આખું બાળપણ લોટ માગીને વિતાવ્યું છે અને સમાજને એ ઋણ ચૂકવતા હોય એમ આજે દર મહિને આવતું સંપૂર્ણ પેન્શનની રકમ એ ગરીબોને જમાડવા પાછળ ખર્ચી નાખે છે. રેલવેમાં 40 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ મોરબીના વિનોદભાઈ નિમાવત છેલ્લે પેસેન્જર […]

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરની અનોખી પહેલ: 51 ગામની 101 દિકરીઓને દત્તક લેશે, તેમના સ્વાસ્થ્ય-શિક્ષણની જવાબદારી પણ ઉઠાવશે

ખેડા જિલ્લાના મહેમદાવાદ આવેલા પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા દિકરી દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે 24મીના રોજ સોમવારના રોજ સમારંભ યોજાશે. મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા તાલુકાના 51 ગામની 101 દિકરીઓને દત્તક લેવામાં આવશે. આ અંગેનો સમારંભ સોમવારના રોજ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત તથા પરિવાર હાજર રહેશે. આ દિકરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ […]