Browsing category

સમાચાર

સિયાચિનમાં ફરીથી બરફનું તોફાન, ભારતીય આર્મીના બે જવાન થયા શહીદ

વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં શનિવારે આવેલા હિમપ્રપાતમાં બે જવાન શહીદ થઈ ગયા છે. ઇન્ડિયન આર્મીએ કહ્યું કે વહેલી સવારે જવાનો દક્ષિણી સિયાચીન ગ્લેશિયરમાં 18 હજાર ફૂટની ઊંચાઈએ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે હિમપ્રપાત થતા બરફના પહાડો વચ્ચે બે જવાન દબાઈ જતાં શહીદ થઈ ગયા હતા. રાહત અને બચાવ ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને […]

‘હું ખોટો હોવ તો મુખ્યમંત્રીનું પદ છોડું, નહીંતર રૂપાણીજી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે’ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત

”ગુજરાતમાં આજે પણ દારૂનું ચલણ છે, લગભગ બધે દારૂ મળે છે. ગુજરાતમાં દારૂબંધીના નિયમો માત્ર કાગળ ઉપર છે. જેના કારણે ગુજરાતની યુવાપેઢી બરબાદ થઈ રહી છે. હું ખોટો હોવ તો મુખ્યમંત્રીનું પદ છોડું, નહીંતર રૂપાણીજી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે” રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે શહેરમાં કોંગ્રેસના જનવેદના સંમેલનના મંચથી આ રીતે ખુલ્લો પડકાર ફેંકી ભાજપ […]

મારા અવસાન પછી તું શું કરીશ : પતિ, પત્નીએ કહ્યું, હું પણ તમારી સાથે આવીશ, બંનેનાં એક જ દિવસે મૃત્યુ

ગાંધીનગરના સેક્ટર-24માં બનેલી એક ઘટનામાં પતિના અવસાન પછી આઘાતમાં સરી પડેલાં પત્નીનું પણ મોત નિપજ્યું હતું. બીમાર પતિએ એક દિવસ તેની પત્નીને કહ્યું હતું કે, ‘મારા પછી તું શું કરીશ’ જેના જવાબમાં પત્નીએ કહ્યું હતું કે, ‘હું પણ તમારી સાથે ઉપર આવીશ’ યોગાનુયોગ પતિનું બુધવારે અવસાન થયું અને ત્યારબાદ આઘાતમાં સરી પડેલી પત્નીએ પણ અનંતની […]

રાજકોટમાં ગાંધીજીએ જેની સ્થાપના કરી હતી તે ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાંથી 5.18 લાખનો દારૂનો જથ્થો મળ્યો

દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે રાજકોટ શહેરમાં દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની વાત જગજાહેર છે, ત્યારે ગાંધીજીએ જેની સ્થાપના કરી હતી તે ઐતિહાસિક રાષ્ટ્રિયશાળાના કેમ્પસમાં આવેલા ક્વાટર્સમાંથી રૂ.5.18 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસ પહોંચી ત્યાં સુધીમાં બુટલેગર નાસી જતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી. રાષ્ટ્રિયશાળાના કમ્પાઉન્ડમાં આવેલા ક્વાટર્સમાં રહેતા સંદીપ દિલીપ દક્ષિણીના […]

તેલંગાણા દુષ્કર્મ કેસમાં પ્રદર્શનકારીઓની માંગ – દરેક આરોપીઓને ફાંસી પર લટકાવો, વકીલોએ કેસ લડવાથી ઇનકાર કર્યો

તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં 26 વર્ષીય વેટરનરી ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યાથી દેશભરમાં આક્રોશ છે. શનિવારે હૈદરાબાદના શાદનગર થાણા બહાર લોકોએ પ્રદર્શન કર્યું હતું. અમુક લોકોએ આરોપીઓને સુનવણી વિનાજ ફાંસી પર ચઢાવવા અથવા તો એન્કાઉન્ટર કરવાની માગ કરી હતી. બીજી તરફ સ્થાનિક બાર એસોસિએશને આરોપીઓ તરફથી વકાલત કરવાનો ઇનકાર કરી દીધો છે. પોલીસે કોર્ટમાં આરોપીઓની રજૂઆત […]

દુનિયાનું પ્રથમ સોલર વોટર પ્લાન્ટ, સમુદ્રના પાણીને પીવા લાયક બનાવશે, જાણો વિગતે

કેન્યાના બિનસરકારી સંગઠન ગિવ પાવરે દુનિયાનું પ્રથમ સોલર વોટર પ્લાન્ટ સ્થાપિત કર્યુ છે જે સમુદ્રના ખારા પાણીને પીવા લાયક બનાવશે. તેને પાપુઆ ન્યૂ ગિનીના કિઉંગા શહેરમાં સ્થાપિત કરાયું છે. દાવો છે કે અહીંથી દરરોજ 35 હજાર લોકોને પીવા લાયક પાણી મળશે. સોમાલિયાન સરહદ નજીક ભારતીય મહાસાગરના કિનારે માછલી પકડનારા સમુદાયનું એક ગામ છે જ્યાં આશરે […]

લ્યો બોલો, રાજકોટમાં કારને પણ હેલ્મેટ ન પહેરવાનો દંડ અને હેલ્મેટ વગર સ્કૂટરની બાજુમાં ઉભા રહેનારને ઇ મેમો

આઇ વે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી દ્વારા રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ઇ મેમો દ્વારા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ મેમો આવ્યો છે. જેમાં 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ એક્ટિવાની બાજુમાં ચાલક ઉભો છે અને તેને પણ હેલ્મેટ ન પહેર્યાનો ઇ મેમો દ્વારા […]

વડોદરામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ રિક્ષા ચાલકને 5 હજારનો દંડ, યુવાને રસ્તા પર બેસીને કર્યો હોબાળો

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્રારા ઓટો રીક્ષા ચાલકને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 5 હજાર રૂપિયાનો મેમો આપતા અને રીક્ષા ડીટેઇન કરતા ઓટો રિક્ષા ચાલક કાલાઘોડા પાસે રોડ ઉપર બેસી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો. રિક્ષા ચાલકે પોલીસે માર માર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઓટો રીક્ષા ચાલકે વાહનોથી ધમધમતા રોડ ઉપર બેસી જઇ કરેલા […]

રિપેરિંગમાંથી સાઇકલ ન મળતા 10 વર્ષનો છોકરો પોતાના હાથે ફરિયાદ લખીને પોલીસ સ્ટેશને પહોંચી ગયો

કેરળના કોઝિકોડ શહેરમાં 10 વર્ષનો છોકરો નોટબુકના પેજમાં પોતાના અક્ષરેથી લખેલી ફરિયાદ લખીને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ છોકરાની અને તેના મોટાભાઈની સાઇકલ છેલ્લા 3 મહિનાથી રિપેરિંગની દુકાનમાં છે. દુકાનવાળો તેમની સાઇકલ પરત આપતો ન હોવાથી તે ફરિયાદ લઈને પોલીસના પગથિયાં ચડ્યો હતો. અબિને સાઇકલ રિપેરિંગ માટે 200 રૂપિયા આપ્યા હતા 10 વર્ષનો અબિન પાંચમા […]

શાળા પ્રવેશોત્સવ-2015ની સરસ્વતી સાધનાની સાઈકલોને વિતરણના અભાવે લાગી ગયો કાટ, ધાબા ઉપર 4 વર્ષથી ધૂળ ખાઈ રહી છે

સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-9ની વિદ્યાર્થીઓ હાઇસ્કુલનું શિક્ષણ મેળવે તે માટે સાઈકલ આપવામાં આવે છે. વર્ષ-2015માં વિદ્યાર્થીઓને નહી આપેલી સાયકલો ગાંધીનગરમાં બીઆરસી ભવન, સેક્ટર-12ના ધાબા ઉપર ધૂળ ખાતી પડી રહી છે અને તેના કાટ લાગવા માંડ્યો છે. ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મેળવે તે માટે સરસ્વતી સાધના […]