દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં સૌરાષ્ટ્રના ખેડૂતો જોડાયા, કહ્યું-આખા પરિવાર સાથેનું આ પહેલું આંદોલન જોયું, પૈસાવાળા પગ દબાવા આવે છે
સરકારના કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 20મો દિવસ છે. પંજાબ-હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઊમટી પડ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી ગયેલા બે ખેડૂતે આંદોલનનો માહોલ અને ત્યાંની વ્યવસ્થા વિશે જણાવ્યું છે. રાજકોટના સૂરજભાઈ ડેર અને દ્વારકાથી મુકેશભાઈ કરમુર નામના બે ખેડૂત પણ બે દિવસથી ખેડૂત આંદોલનમાં જોડાયા છે. મુકેશભાઈએ જણાવ્યું હતું […]