ઝડપની મજા મોતની સજા: દમણમાં 100ની સ્પીડે ટર્ન ન કપાતાં હાર્લી ડેવિડસનની સ્પોર્ટ્સ બાઇક સ્લિપ થતાં વેપારીના પુત્રનું ઘટનાસ્થળે જ મોત
દમણ – વાપી મુખ્ય માર્ગ ઉપર વરકુંડ સ્થિત સંત નિરંકારી હોલ નજીક હાર્લી ડેવિડસનની સ્પોર્ટ્સ બાઇકનો ચાલક 100ની સ્પીડમાં ટર્ન મારવા જતાં નિયંત્રણ ગુમાવ્યું હતું. બાઇક સ્લિપ મારીને સીધી ઘસડાઇને ડિવાઇડર સાથે અથડાતાં વાપીના વેપારી પુત્ર-ચાલકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે પાછળ બેસેલા મિત્રને ઇજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાપી આનંદ નગર […]