Browsing category

સમાચાર

કોરોના મહામારીમાં રાજ્યની તમામ સ્કૂલો ૨૦૨૦ના શૈક્ષણિક વર્ષમાં સદંતર બંધ રહી છતાં પણ નફ્ફટ સ્કૂલોએ વાલીઓને ખંખેર્યા અને સરકાર તમાશો જોતી રહી

કોરોના મહામારીના કારણે રાજ્યની તમામ સ્કૂલો ૨૦૨૦ના શૈક્ષણિક વર્ષમાં સદંતર બંધ રહી છે. બીજી તરફ સીબીએસઈ બોર્ડ દ્વારા તેમજ ગુજરાત બોર્ડ દ્વારા પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં ફિઝિકલ શિક્ષણકાર્ય શરૂ થયું ન હોવા છતાં સરકારે સંચાલકોને ૭૫ ટકા ફી વસૂલવા માટેનો પરવાનો આપી દીધો હતો. આ સિવાય અમદાવાદની અનેક ખાનગી […]

ભલભલાના રુંવાટા ઊભા કરી દેતો વીડિયો, અંધ મહિલાના બાળકને બચાવવા માટે રેલવે કર્મચારી ધસમસતી ટ્રેનની સામે દોડી ગયો

આ વીડિયો જો તમને કોઈ સીધો જ બતાવી દે તો એવું જ લાગે કે કોઈ દુઃસ્વપ્ન હશે અથવા કોઈ સુપરહીરો ફિલ્મનો સીન હશે. પરંતુ મુંબઈની ફાસ્ટ ફોરવર્ડ ધબકતી રિયલ લાઈફનો આ 30 સેકન્ડનો વીડિયો તમારા રુંવાટા ઊભા કરી દેવા માટે પૂરતો છે. એ સાથે 30 સેકન્ડમાં શું થઈ શકે છે તે પણ સમજાવી શકે છે. […]

પેટમાં રહેલા બાળકની ચિંતા કર્યા વગર પ્રેગનેન્ટ મહિલા DSP ભર તડકામાં કોરોના સામેની જંગમાં કરી રહ્યા છે ડ્યુટી

કોરોના વાયરસ 3 મહિના જેટલો સમય કોરોના ઠંડો પડ્યો બાદ ફેબ્રુઆરીથી ફરી રાફડો ફાટી રહ્યો છે, હાલ ચાલી રહેલી બીજી લહેરના કારણે હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે તો બીજી તરફ રાજ્ય સરકારો દ્વારા કોરોનાની ચેઈન તોડવા માટે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે આવામાં ડૉક્ટર અને સુરક્ષાકર્મીઓની કામગીરી ફરી બમણી થઈ ગઈ છે. આવામાં […]

અમદાવાદમાં 24 વર્ષીય પરિણીતા સાથે ગેંગરેપ બાદ હત્યાની ઘટના આવી સામે, ઘેનની ગોળીઓ ખવડાવીને 3 શખ્શોએ બાંધ્યા શારીરિક સંબંધ

કોરોના મહામારી વચ્ચે એક માઠા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં કોરોના સમયમાં ગુનાઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ UP, બિહારવાળી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં એક પરિણીતા સાથે ગેંગરેપ બાદ કરપીણ હત્યા કરી નાંખી હોવાના સમાચાર મળી રહ્યા છે. 3 આરોપીઓએ પરિણીતાને ગોંધી રાખીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ […]

ઓક્સિજન ઘટી જતા 13 વર્ષની દિકરીએ પિતાની સામે જ લીધો આખરી શ્વાસ, પોલીસ જવાન પિતા અને પરિવાર પર આભ ફાટી પડ્યું

ગાંધીનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા એક પોલીસ જવાનની 13 વર્ષની દિકરીના અચાનક મોતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. ટાઈફોઈડની સારવાર લઈ રહેલી દિકરીનું ઓક્સિજન લેવલ અચાનક ઘટી જતા તેણે આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે સેક્ટર-23ની પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ રાવળની 13 વર્ષની દિકરી ખુશીના […]

સેવાના નામે પ્રસિદ્ધિ: ભાજપના નેતા હિરા સોલંકીએ ઓક્સિજનની બોટલ પર લગાવડાવ્યું પોતાનું પોસ્ટર

એક તરફ કોરોનાના કહેર સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. ગુજરાતમાં મહાનગરોની સાથોસાથ નાનાં શહેરો અને ગામડાંમાંથી પણ ભયાવહ સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે કેટલાક રાજનેતાઓ ખાસ કરીને પ્રસિદ્ધિ ભૂખ્યા રાજકારણીઓએ કોરોના દર્દી માટે આપવામાં આવતા ઓક્સિજનના બોટલને પણ છોડી નથી. ઓક્સિજન બોટલ પર પોતાની તસવીરો છપાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. અમરેલીના રાજુલામાં […]

જામનગરનાં ડૉક્ટરે કોરોનાના કપરા કાળમાં રુપિયા ખંખેરવાને બદલે શરૂ કરી સેવા, બે અઠવાડિયા સુધી વિનામૂલ્યે કરશે OPD

સમગ્ર ગુજરાતમાં કોરોનાને લઈને હોસ્પિટલો હાઉસફુલ થઈ છે તેવા સમયે રૂપિયા ખર્ચતા પણ હોસ્પિટલોમાં સારવાર નથી મળતી. ત્યારે જામનગરના એક તબીબે પોતાની ખાનગી હોસ્પિટલમાં વર્તમાન કોરોનાની મહામારીની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વિનામૂલ્યેે ઓપીડી શરૂ કરી માનવતા મહેકાવી છે. 19 એપ્રિલથી 1 મે સુધી બે અઠવાડિયા દરમિયાન ડો. ભાવેશ મહેતા મફતમાં સારવાર આપશે. જામનગર શહેરના વલકેશ્વરી […]

ગુજરાતની પ્રજાનો સૌથી મોટો પ્રશ્ન: હાઇકોર્ટ કહે, ડોકટરો કહે, વેપારીઓ કહે, જનતા કહે, પણ સરકાર લોકડાઉન કરવામાં કેમ તૈયાર નથી…?

ગુજરાતમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે, રાજ્યમાં મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેને કાબુમાં લેવા અને કોરોનાની ચેન તોડવા લોકડાઉન લાદવા માટે હાઇકોર્ટ, ડોકટરોના વિવિધ એસોસિએશન, વેપારી સંગઠનો અને ખુદ પ્રજા પણ લોકડાઉનની તરફેણ કરી રહી છે. છતાં સરકાર હજુ કોઈ ચોક્કસ નિર્ણય કે ઉકેલ ના લાવતા પ્રજામાં ભારે રોષ ફેલાયો છે, […]

રાજકોટમાં કારખાનેદારનો આપઘાત: ‘મારે સારું હતું ત્યારે મેં બધાની મદદ કરી, હવે કોઈ મારી મદદ કરતું નથી, ઘરવાળીને પણ કામે જવું પડે છે, મારાથી આ બોજ ઉપડતો નથી’

રાજકોટ શહેર (Rajkot city)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના દેવપરા શાક માર્કેટ (Devpara vegetable market) પાસે રહેતાં કારખાનેદાર વિરેન્દ્રભાઇ રમેશભાઇ પરમારે ગળેફાંસો ખાઇને આપઘાત (Suicide) કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. લૉકડાઉન (Lockdown)માં કારખાનું ઠપ્પ થઇ જતાં આર્થિક ભીંસમાં કારખાનેદારે આવું પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વિરેન્દ્રભાઇએ ઘરના ઉપરના […]

આંખનું મટકું માર્યા વિના ટેન્કરનો ડ્રાઈવર છેક જામનગરથી 11 કલાકમાં ટેન્કર લઈ ઈન્દૌર પહોંચી ગયો, પણ નેતાઓએ ફોટા પડાવવા ટેન્કર બે કલાક રોકી લીધું

કોરોનાના દર્દીઓ ઓક્સિજન વિના તડપી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશમાં 30 ટન ઓક્સિજન લઈને ગુજરાતથી એક ટ્રક ઈન્દૌર પહોંચ્યો હતો. જોકે, એક તરફ હોસ્પિટલમાં ઓક્સિજનની રાહ જોવાઈ રહી હતી, ત્યારે બીજી તરફ નેતાઓએ તેના સિલિન્ડર હાથમાં પકડીને ફોટા પડાવવાનો કાર્યક્રમ ગોઠવી દેતા દર્દીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. નવાઈની વાત એ છે કે, ઓક્સિજન જલ્દીથી જલ્દી […]