Browsing category

સમાચાર

રાજસ્થાનના દંપતિને અમદાવાદમાં થયો કડવો અનુભવ: 75 હજાર એમ્બ્યુલન્સનું ભાડું ભરી સારવાર માટે અમદાવાદ આવ્યા, હોસ્પિટલે 1 લાખ એડવાન્સ લઈને બેડ ન આપ્યો

ંઔઔઔકોરોનાની મહામારીના કારણે રાજ્યમાં મોટાભાગની હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે. દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યાં પણ સ્થિતિ આવી જ છે. મોં માગ્યા પૈસા ચૂકવવા છતાં હાલમાં ખાનગી હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. રાજસ્થાનના એક કોરોનાગ્રસ્ત દંપતીની તબિયત વધુ લથડતા તેઓ સારવાર માટે અમદાવાદ આવ્યા હતા. તેમણે મણિનગરના જવાહર ચોક નજીક […]

રાજકોટના સ્મશાનમાં અંતિમસંસ્કાર પહેલા ડેડબોડીમાં હલનચલન થતાં સ્વજનો મૃતદેહ લઇ હોસ્પિટલે દોડ્યા, તબીબે કહ્યું- માયોફિબ્રિલ્સમાં રાસાયણિક ફેરફારથી આવું થાય

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં રાત્રિના રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા નામના 46 વર્ષીય દર્દીનું મોત થયું હતું. જે બાદ પરિવારજનોને 8.45 વાગ્યે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. મૃતદેહને રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર ખાતે લઇ જવામાં આવ્યો હતો. જોકે સ્મશાન પહોંચ્યા બાદ ડેડબોડી હલે છે તેમ કહી તેમનું સ્વજન જીવે છે સમજી પરત સિવિલ હોસ્પિટલ લઇ દોડી આવ્યા […]

મહેસાણાનો 10 વર્ષનો બાળક કરે છે ઓક્સિજનનું વાવેતર, નાનો જરૂર છે પણ તેના વિચારો મોટાને પણ શરમાવે તેવા છે

કોરોનાકાળમાં ઓક્સિજનની જોરદાર અછત વર્તાઈ છે, ત્યારે મહેસાણાનો 10 વર્ષનો બાળક રોજ સવારે 6 વાગે ઉઠી રોડની સાઈડના 10 વૃક્ષોને પાણી સિંચન કરે છે. તે નાનો જરૂર છે પણ તેના વિચારો બુલંદ છે. મહેસાણા શહેરમાં હાલ કોરોના દર્દીઓને લઈને દોડાદોડ કરતી એમ્બ્યુલન્સની સાયરન સંભળાય રહી છે. આવી ભગદોડમાં ઓક્સિજન પ્રદાન કરતા વૃક્ષોને જીવાડવા 10 વર્ષીય […]

સુરતમાં 3 માસૂમ વર્ષની બાળકીએ ફોન કરીને કહ્યું- પપ્પા ઘરે કયારે આવશો, દીકરી તો રાહ જોતી રહી અને કોરોનાએ પિતાનો જીવ લઇ લીધો

કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લોકોની સેવા કરતા સતત પોતાને કામને પ્રાધાન્ય આપનાર મનપા કર્મચારી પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. મનપા કર્મચારી કોરોના સામે 16 દિવસના જંગ બાદ પોતાના પ્રાણની આહુતિ આપી છે. કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં મનપાના 41 કરતા વધુ કર્મચારીએ પોતાના જીવ ગુમાવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

અમેરિકાનું વિશ્વ ઉમિયાધામ ગુજરાતીઓને મદદે આવ્યું, દર અઠવાડિયે મોકલશે 100 ઓક્સિજન કોન્સટ્રેટર

કોરોના મહામારીમાં ગુજરાત બરાબરનું સપડાયું છે ત્યારે ગુજરાતના નાગરિકો કોરોનાની દવા, ઓક્સિજનથી લઇ હોસ્પિટલમાં બેડ માટે ફાફા મારી રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં લોકો માટે સૌથી મોટી મુશ્કેલી કોરોના દર્દીઓ માટે જરૂરી ઓક્સિજન છે. ત્યારે હવે ગુજરાતની પ્રજા માટે અમેરિકાથી મદદનો ધોધ વરસ્યો છે. અમેરિકાનું વિશ્વ ઉમિયાધામ કોરોના મહામારીમાં ગુજરાતના નાગરિકોની વ્હારે આવ્યું છે. લેટેસ્ટ […]

રાજકોટમાં હ્રદય દ્વાવક ઘટના આવી સામે! ‘મારી પત્નીને કહેજો મેરૂ સાથે જિંદગી કાઢે..,’ પત્નીના આડા સંબંધોના કારણે પતિનો અંતિમ ચિઠ્ઠી લખી આપઘાત

રાજકોટ શહેરમાં (Rajkot) અજીબોગરીબ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધ (Extra Marital affair of Wife) અને પુત્રોના શારીરિક માનસિક ત્રાસના કારણે મિસ્ત્રી કામ કરતા જયસુખભાઇએ ટ્રેન હેઠળ પડતું મુકી પોતાનું જીવન ટુંકાવ્યું (Husband committed Suicide) છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારના રોજ પીડીએમ કોલેજ સામેના ફાટક પાસે એક યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી […]

અમદાવાદમાં 99 વર્ષના સામુ બાએ 4 દિવસમાં કોરોનાને હરાવ્યો, હોસ્પિટલમાં બાજુના બેડ પર એડમિટ યુવકે ‘શ્રવણ’ બનીને કરી સેવા

મક્કમ મનોબળ વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં અડગ રાખીને દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર બનાવે છે. અમદાવાદના 99 વર્ષના વૃદ્ધાએ માત્ર 4 દિવસમાં કોરોનાને મહાત આપી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરથી બહાર ક્યારેય એકલા ન ગયેલા 99 વર્ષના સામુબેનને બાજુમાં સારવાર લઈ રહેલા યુવાને હિંમત આપી અને બા પોતે 4 દિવસમાં જ સજા થઈ ગયા […]

રાજકોટમાં 272 CRP સ્કોર, 4200 ડી- ડાયમર અને ફેફસાં 80 ટકા ક્ષતિગ્રસ્ત, 3 ડોક્ટરોએ ફેઇલ ગણાવેલો કેસ રિકવર: 5 દિવસની સરકારી સારવારમાં મહિલાએ કોરોનાને હરાવ્યો

રાજકોટ જિલ્લામાં કોરોનાને હરાવવામાં રાજ્ય સરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ છે તેમ જસદણ તાલુકાના ગામડાંની હાઇ રિસ્ક મહિલાએ સાબિત કરી આપ્યું છે. જસદણ તાલુકાના આણંદપુર ગામના પૈસે-ટકે ખૂબ સદ્ધર એવા 50 વર્ષની ઉંમરના ચંદ્રાબેન ખાચરને કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું હતું. તેમનો સી.આર.પી.સ્કોર 272, ડી-ડાયમર 4200 અને સી.ટી. સ્કેનનો સ્કોર 18નો હતો. અતિ […]

મોરબીના 104 વર્ષના છબીબેને દ્રઢ મનોબળથી કોરોનાને હરાવ્યો, લોકોને આપી આ સલાહ

કહેવાય છે કે, રોગને મન ઉપર હાવી ન થવા દઈને હિંમતથી સામનો કરો તો કોરોના જેવા મહારોગમાંથી પણ સાંગોપાંગ બહાર આવીને ફરીથી સ્વસ્થ જીવન જીવી શકાય છે. આ બાબતને મોરબીના 104 વર્ષના વૃદ્ધાએ સિદ્ધ કરી બતાવી છે. તેઓએ દ્રઢ મનોબળથી કોરોનાને હરાવી દીધો છે અને જરાય ડર્યા વગર હિંમત રાખીને જરૂરી દવા સહિતની સારવાર કરાવીને […]

રાજકોટમાં કોરોનાગ્રસ્ત પતિના મોતથી અજાણ પત્નીનું બાયપેપ ઉતારતા જ કહ્યું, ‘આ મશીનથી મને સારું થયું, હવે મારા પતિને ચડાવોને’ વાત સાંભળીને ડોક્ટર પણ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા

કોરોનાની બીજી લહેરે સરકારના તમામ આયોજન વીંખી નાખ્યા છે, દર્દીઓની સંખ્યા વધી રહી છે, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે, દવા ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત પ્રવર્તી રહી છે ત્યારે તબીબો પોતાના જીવના જોખમે દર્દીઓને બચાવવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે, કોરોનાની આ પ્રવર્તમાન સ્થિતિમાં તેમની માનસિક સ્થિતિ કેવી છે, ક્યારે ભાંગી […]