Browsing category

સમાચાર

12 વર્ષ પહેલા આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં વડોદરાના શાહબંધુઓએ 5,000 દાન કર્યા હતા, જેનું કોરોનાકાળમાં કલ્પના પણ ના થઈ શકે તે રીતે ફળ મળ્યું

‘જેવું કરો તેવું ભરો…’ કર્મનો આ સિદ્ધાંત માત્ર ચાર શબ્દોમાં આખી જિંદગીનો સાર સમજાવી જાય છે. માનો કે ના માનો, પરંતુ વડોદરામાં કોરોનાનો ભોગ બનેલા શાહ બંધુઓએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે 12 વર્ષ પહેલા તેમણે કરેલું એક દાન કદાચ આ મહામારીમાં તેમનો જીવ બચાવવાનું નિમિત બની જશે. આ વાતના સાક્ષી શાહ બંધુઓની […]

બારડોલીમાં કોરોનાએ પટેલ પરિવારનો માળો વિંખ્યો, પિતા, પુત્ર અને પુત્રવધૂનું કોરોનાથી મોત, બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

સુરત શહેર સાથે જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બારડોલીમાં કુલ 4617 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 64 લોકોના મોત નીપજ્યા છે. દરમિયાન બારડોલીના એક જ પટેલ પરિવારના ત્રણ લોકોને આઠ દિવસમાં કોરોના ભરખી જતા શોકની કાલિમાં છવાઈ ગઈ હતી. પહેલાં પુત્રવધૂ ત્યારબાદ પિતા-પુત્રનું કોરોનાથી મોત થતા બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. બારડોલીમાં […]

ઈઝરાયલના હુમલામાં 12 માળનું ગાઝા ટાવર ધ્વસ્ત, વિડિયો જોઈને રૂંવાડા ઊભાં થઈ જશે, આ બિલ્ડિંગમાં વિદેશી મીડિયાની ઓફિસો હતી

હાલમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હમાસે કરેલા હુમલાના વળતા જવાબમાં ઈઝરાયલે 12 માળના ગાઝા ટાવર પર હુમલો કર્યો હતો અને તેને ધ્વસ્ત કરી દીધું હતું. આ ટાવરમાં યુએસની એસોસિયેટેડ પ્રેસ અને કતારના બ્રોડકાસ્ટર અલ જઝીરાની ઓફિસો હતી. શનિવારે ઈઝારયલના મિસાઈલ હુમલામાં આ બિલ્ડિંગ ધ્વસ્ત થઈ ગયું હતું. લેટેસ્ટ ન્યૂઝ […]

રાજકોટમાં કોરોના વોર્ડમાં દુષ્કર્મનો ભોગ બનેલા વૃદ્ધ મહિલાનું મોત, પ્રોઢાનો FSL રીપોર્ટ આવે તે પહેલા દમ તોડયો

રાજકોટ સિવિલના કોવીડ વોર્ડમાં 14 દિવસ પહેલા સારવારમાં રહેલી અને દુષ્કર્મનો ભોગ બનેલ મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે કાર્યવાહી કરી છે. મહિલા પોલીસે અગાઉ દુષ્કર્મના ગુનામાં સિવિલના કોન્ટ્રાકટ પર કામ કરતા એટેન્ડન્ટની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. તેમજ બંનેના મેડીકલ રીપોર્ટ કરવી તપાસ હાથ ધરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

ડોક્ટર ફેસબુક પર લાઈવ આવીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં, કહ્યું-કોરોનાના દર્દીઓના મોત હવે નથી જોઈ શકતો!

હાલમાં સમગ્ર દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ગામ હોય કે શહેર દરેક જગ્યાએ મોતની કહાનીઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં આવા અનેક કિસ્સાઓ વાયરલ થઈ રહ્યાં છે. લોકો મદદ માગી રહ્યા છે. આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ આ લહેરમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી ડોક્ટરો અને […]

સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી: બહેનનું કોરોનાથી નિધન થતાં ભાઈએ 12 લાખના ઘરેણા અને રોકડ પચાવી પાડ્યા

ઉત્તર પ્રદેશના કાનપુરથી સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જ્યાં કોરોનાથી એક મહિલાનું નિધન થયું અને આરોપ છે કે મૃતક મહિલાના ભાઈએ બહેનના 12 લાખના ઘરેણા અને રોકડ પચાવી પાડ્યા છે, જે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા મહિલાએ પોતાના ભાઈને આપ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાથી જે મહિલાનું મોત થયું તે મુંબઈથી કાનપુર […]

સુરતમાં આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દૃશ્યો સર્જાયાં, ડોક્ટરોએ માતાની જેમ સારવાર આપતાં મહિલા દર્દીની આંખમાં આંસુ આવી ગયાં

સુરતમાં પરવત પાટિયા ખાતે મોદી આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. પહેલાં ઘરે જવા તૈયાર ન થનાર મહિલા ડોક્ટરોની સમજાવટ બાદ ઘરે પરત ફરી રહેલાં મહિલા દર્દીએ મહિલા તબીબને અશ્રુથી છલકાતી આંખોથી કહ્યું, તું તારી માતાની નહીં, અમારી સૌ કોઈની દીકરી છે, ડોક્ટરે માતાની જેમ દર્દીના પગ સ્પર્શ કરી આશીર્વાદ લીધા […]

માનવતાને શર્મસાર કરતી ઘટના: કોરોનાથી 11 વર્ષની દિકરીનું મૃત્યુ થયું, અર્થીને કાંધ આપવાનો લોકોએ ઈન્કાર કરતા દિકરીના મૃતદેહને ખંભા પર સ્મશાન લઈ જવા મજબૂર બન્યા પિતા

જાલંધરમાં માનવતાને શરમાવે તેવી એક મોટી ઘટના સામે આવી છે. એક દિકરીનું કોરોનાને લીધે મૃત્યુ થયુ તો લોકોએ અંતિમ સંસ્કાર માટે કાંધ આપવાનો પણ ઈન્કાર કરી દીધો. મજબૂર પિતા દિકરીના મૃતદેહને ખંભા પર રાખી સ્મશાન લઈ ગયા. જ્યા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 10 મેના રોજ આ ઘટના બની હતી. પણ દિકરીને ખંભા પર લઈ […]

ગંગામાં પાણીનું સ્તર વધી જતાં કિનારે દફન કરવામાં આવેલી 500 લાશો બહાર આવી ગઈ, ચોમાસામાં સર્જાઈ શકે છે મુશ્કેલ સ્થિતિ

ઉત્તરપ્રદેશમાં કાનપુરથી ૭૦ કિલોમીટર દૂર આવેલા ઉન્નાવમાં ગંગા કિનારે ખાડો કરીને દાટી દેવામાં આવેલ ૫૦૦થી વધારે શબ ઉપર આવી જતાં ચકચાર મચી ગઇ છે. અહેવાલો અનુસાર રાત્રે ભારે વરસાદના કારણે ગંગામાં પાણીનું સ્તર વધી ગયું હતું. કાંઠા પર દાટવામાં આવેલી લાશો પાણીના દબાણના કારણે બહાર આવી ગઈ હતી. લોકોને જાણ થતાં લોકો ઊમટી પડયાં હતાં […]

મોતના સાચા આંકડા છુપાવતી સરકાર; ગુજરાતમાં 71 દિવસમાં 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં, પણ કોરોનાથી માત્ર 4,218નાં મોત નોંધ્યાં

ગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોનાં મોત થયાં? આ સવાલનો જવાબ સરકાર આપવા માગતી નથી. મોર્બિડ અને કૉ-મોર્બિડના આંકડામાં ગૂંચવાયેલા ગુજરાતને આ સવાલનો જવાબ ખુદ સરકારી વિભાગોએ જ આપી દીધો છે. 1 માર્ચ 2021થી 10 મે 2021 દરમિયાન સરકારી રેકોર્ડમાં ભલે સરકારે કોરોનાથી 4218 મોત નોંધ્યા હોય, પણ આ દરમિયાન રાજ્યના 33 જિલ્લા અને 8 કોર્પોરેશનમાં 1,23,871 […]