વડોદરામાં ભાજપના યુવા મોરચાના મંત્રી સહિત 11 નબીરા જુગાર રમતા ઝડપાયા, કેમેરાથી ચહેરો છુપાવીને ભાગ્યા..
શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં શ્રાવણીયા જુગારની મૌસમ પુરબહારમાં ખીલી ઊઠી છે. થોડા દિવસ પહેલા જૂનાગઢમાં ભાજપ કોર્પોરેટરની વાડીમાંથી જુગારધામ ઝડપાયું હતુ, ત્યારે આજે વડોદરામાં ભાજપના યુવા નેતાની જુગાર મામલે ધરપકડ થઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વામા કોમ્પલેક્ષમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડ્યો […]