ભ્રષ્ટ પોલીસકર્મીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગાંધીનગરના ઉનાવા આઉટ પોસ્ટના ASI પાંચ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા
રાજ્યમાં લાંચ લેતાં ભ્રષ્ટ પોલીસકર્મીઓ સામે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉનાવા આઉટ પોસ્ટ, પેથાપુર પોલીસ સ્ટેશનમાં પાંચ હજાર રૂપિયાની લાંચ લેતાં ASI હસમુખભાઇ અંબાલાલ શર્માને એન્ટિ કરપ્શન બ્યૂરોએ રંગેહાથે ઝડપી લીધો હતો. પતિ અને સાળી વચ્ચેના અણબનાવ બાબતે થયેલ પોલીસ ફરિયાદની અરજી ફાઈલ કરવા માટે પતિ પાસેથી 20 હજાર રૂપિયાની લાંચ માગી હતી. […]