Browsing category

સમાચાર

સાસુ અને જમાઈની અનોખી પ્રેમ કહાની: સસરાને નશામાં ચૂર કરી સાસુને લઇને ભાગી ગયો

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સાસુ અને જમાઈની અનોખી પ્રેમ કહાની સામે આવી છે. એક 40 વર્ષની સાસુ તેના 27 વર્ષના જમાઈના પ્રેમમાં પડી હતી. જ્યારે પ્રેમ ખીલ્યો ત્યારે સાસુ અને જમાઈ બંને ઘરેથી ભાગી ગયા. પ્રેમિકા સાસુ સાથે ફરાર પ્રેમી જમાઈએ પહેલા સસરાની સાથે દારૂ પાર્ટી કરીને તેમને નશામાં ચૂર કરી દીધા હતા. સસરા જ્યારે હોશમાં […]

દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું અવસાન: પુણેની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું 77 વર્ષનું ઉંમરમાં 26 નવેમ્બરના રોજ પુણેની હોસ્પિટલ દીનાનાથ મંગેશકરમાં અવસાન થયું હતું. તેઓ છેલ્લાં ઘણાં દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં. થોડાં દિવસ પહેલાં જ વિક્રમ ગોખલેનું અવસાન થયું હોય તેવી વાતો વહેતી થઈ હતી. તે સમયે વિક્રમ ગોખલેની પત્ની તથા દીકરીએ સ્પષ્ટતા કરી હતી કે વિક્રમ ગોખલેનું અવસાન થયું નથી. વિક્રમ […]

કોંગ્રેસને મરવા નહીં દેવાય, તે માત્ર દેશ સાથે જ મરી શકે છે: પ્રશાંત કિશોર

હાલના દિવસોમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ગત દિવસોમાં પ્રશાંત કિશોર કોંગ્રેસની બેઠકોમાં ઘણી વખત સામેલ થયા અને હાજરી પણ આપી. તો આ દરમિયાન પ્રશાંત કિશોરે કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ને મરવા દઈ શકાય નહીં, એ માત્ર રાષ્ટ્ર સાથે જ મરી શકે છે. પ્રશાંત કિશોરે આ […]

કોગ્રેસના સમયમાં કોઇ યોજના આવતી તો લાભાર્થીઓને દલાલોનો સંપર્ક કરવો પડતો: પાટીલ

કોગ્રેસના સમયમાં કોઇ પ્રજાલક્ષી યોજના આવતી ન હતી જે પણ યોજના આવે તો તેના માટે લાભાર્થીઓને દલાલોનો સંપર્ક કરવો પડતો હતો તેવા ચાબખા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે વ્યારા ખાતેની મુલાકાતમાં પેજ સમિતીના સભ્યોને સંબોધતા કર્યા હતા. સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે,કોગ્રેસના સમયમાં કોઇ પ્રજાલક્ષી યોજના આવતી ન હતી. જે પણ યોજના આવે તો તેના […]

બુલડોઝર ફેરવવું હોય તો ભાજપ હેડકવાર્ટસ પર ફેરવોઃ મનીષ સિસોદીયા

દિલ્હીમાં રામનવમીના દિવસે જહાંગીરપુરીમાં જે હિંસા ભડકી અને હિંસક અથડામણો થઇ તેનો ઉકેલ શોધવાને બદલે રાજકારણ વધારે ગરમાઇ રહ્યું છે. આમ આદમી પાર્ટી ભાજપ પર આરોપો લગાવી રહી છે અને ભાજપ આમ આદમી પાર્ટી પર આરોપો લગાવી રહ્યું છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે, […]

રાજકોટમાં ઓનર કિલિંગ: ઉપલેટામાં પતિ-પત્નીને જાહેરમાં રહેશી નાખ્યા, યુવક-યુવતીએ ભાગીને કર્યા હતા લગ્ન

રાજકોટના ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના બની છે. જેમાં યુવક અને યુવતીની હત્યા કરવામાં આવી છે. તેમાં યુવતીના પિતા અને ભાઈએ જ હત્યા કરી છે. જેમાં છરી અને પાઈપ વડે હુમલો કરી હત્યા નીપજાવી છે. જેમાં થોડા મહિના પહેલા યુવક-યુવતીએ ભાગીને લગ્ન કર્યા હતા. તેમાં હવે પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બંને આરોપીને પકડવા […]

આ કથાકારે વ્યાસપીઠ પરથી કહ્યું કાયર હિંદુઓ જાગો, શસ્ત્રો ઉઠાવો, જુઓ વીડિયો

મધ્ય પ્રદેશમાં એક કથાકારે વ્યાસપીઠ પરથી જ ઉશ્કેરણીજનક શબ્દો કહ્યા છે. રામની કથામાં તેમણે કહ્યું કે ડરપોક, કાયર હિંદુઓ જાગો અને પત્થર ફેંકનારના ઘરે બુલડોઝર ચલાવો. મહારાજે તો ત્યાં સુધી કહી દીધું કે બધા હિંદુઓ શસ્ત્ર ઉઠાવો. સાથે કહ્યું કે મારી પાસે અત્યારે પૈસા નથી, નહીં તો હું પણ આવા લોકો પર બુલડોઝર ફેરવવા તત્પર […]

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર નહીં લગાવી શકાય, પરમિશન વગર લાઉડસ્પીકર લગાવશે તો કાર્યવાહી

અઝાન-હનુમાન ચાલીસા વિવાદ વચ્ચે નાશિક પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે પરવાનગી લેવી પડશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે અઝાન પહેલા અને પછી 15 મિનિટની અંદર તેને મંજૂરી આપવામાં આવશે નહીં. મસ્જિદના 100 મીટરની અંદર તેને મંજૂરી આપવામાં આવશે નહીં. નાસિક પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું કે […]

PM મોદીના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા 2800 સરકારી બસ ઉપયોગમાં લેવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 20 એપ્રિલના રોજ દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ-અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ કરશે. તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચમહાલના 239 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે અને દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે તે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી કરવા માટે તંત્ર દ્વારા કવાયત […]

થરાદમાં સામુહિક આપઘાત, પતિ-પત્ની અને બે પુત્રીઓ સહિત એક જ પરિવારના 4 સભ્યોએ કેનાલમાં ઝંપલાવ્યું

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ સ્થાનિક લોકો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ નીવડી છે, તો કેટલાક લોકો માટે સ્યૂસાઈડ સ્પોટ પણ બની છે. જેમાં આજે અહીના પીલૂડા ગામના એક જ પરિવારના 4 સભ્યોએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી સામુહિક આપઘાત કરવાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો […]