અમદાવાદમાં PSI મહિલાકર્મીને લઈ હોટેલમાં ગયા, અંગત પળો માણે તે પહેલાં જ પતિ આવી પહોંચ્યો અને પછી એવું થયું કે…

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલપંપને અડીને આવેલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI અને મહિલા પોલીસકર્મીના પ્રેમપ્રકરણ અંગે પોલીસબેડામાં ચર્ચાએ જોર પકડયુ છે. વડોદરાથી ટ્રાન્સફર મેળવીને આવેલા આ PSI તેમના જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીના પ્રેમમાં પડ્યા હતા. થોડા દિવસ પહેલાં પીએસઆઇ અને મહિલા પોલીસકર્મી બન્ને પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલી એક હોટલમાં અંગતપળો માણવા ગયા હતા. પરંતુ ત્યાં મહિલા પોલીસકર્મીનો પતિ પહોંચી જતાં સમગ્ર પ્રેમપ્રકરણનો ભાંડો ફૂટયો હતો. જો કે, વિવાદ થતાં મહિલા પોલીસકર્મી લીવ પર ઊતરી ગયા હોવાની પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે.

શહેરના પશ્ચિમમાં પેટ્રોલપંપને અડીને આવેલ પોલીસ સ્ટેશન હાલ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા એક પીએસઆઇ પોલીસ સ્ટેશન પાસે જ આવેલી એક હોટલમાં ગયા હતા. આ અધિકારી એકલા નહીં પણ સાથે તેમની પ્રેમિકા એટલે તેમના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મી સાથે અંગત પળો માણવા ગયા હતા. જો કે, બન્ને રૂમમાં અંગત પળો માણે તે પહેલા જ PSIની પ્રેમિકાના પતિને પત્નીની કરતૂતોની જાણ થઇ ગઇ હતી.

આથી પતિ સીધો હોટલ પર પહોંચી ગયો હતો. જ્યાં પતિએ હોટલના મેનેજરને PSI અને એક મહિલા પોલીસકર્મીઓ આવ્યા છે તે ક્યાં છે તેમ પૂછયુ હતુ. જેથી ગભરાઇ જઇને મેનેજરે કહ્યુ કે, અહીંયા કોઇ આવ્યું જ નથી. પરંતુ પતિએ રજિસ્ટર અને સીસીટીવી ફૂટેજ બતાવવાનુ કહેતા મેનેજર વધુ ગભરાયો હતો. આથી હોટલના કર્મીઓ દ્વારા ચૂપચાપ PSIને સમગ્ર મામલાની જાણ કરવામાં આવતા તે અને તેમની પ્રેમિકા બન્ને લીફટ મારફતે બેઝમેન્ટમાં જતા રહ્યા હતા. ત્યાંથી ગાડી લઇને બન્ને પોલીસકર્મીઓ ભાગી ગયા હતા. આથી રોષે ભરાયેલો પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જો કે, પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ PSI અને મહિલા પોલીસકર્મીને પડખે ઊભો રહીને પતિને શાંત કરીને ઘરે મોકલી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો